ચિરવિદાય

જામનગર નિવાસી સરલાબેન પંડયા તે સ્વ. ભાનુપ્રસાદ પંડયાના પત્ની, બાલાભાઈ પંડયા,  કમલેશભાઈ, સ્વ. ગુણવંતભાઈ, સ્વ. પ્રતાપભાઈના ભાભી, ચેતનભાઈ, વૈજયંતિબેન, રોમાબેનના માતા,  બેહુલાબેનના સાસુ, ભવદીશ, જાનકીના દાદી ઋષભ, માનસીના દાદીજી/નાનીજી, મિવાન, સર્વનીના  પરદાદી/નાની તા ૨૩ના કૈલાશવાસ થયા છે. સદ્ગતનું બેસણું તા. ૨૫ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન  પાબારી હોલ (સેલરમાં), તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ સ્વ. ચંદુલાલ પ્રેમજીભાઈ મેરના પત્ની ગં.સ્વ. કાંતાબેન તે શૈલેષભાઈ, યોગેશભાઈ,  આશાબેન હિમાંશુકુમાર કકૈયાના માતા, કુમાર, મિહિર, પરાગ, કોમલબેનના દાદી, સ્વ. મનસુખલાલ  ગીરધરલાલ પડિયા, સ્વ. ચમનલાલ ગીરધરલાલ પડિયાના બહેનનું તા. ૨૧ના અવસાન થયું છે.  સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૫ને ગુરૂવારના સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી,  ખંભાળીયા ગેઈટ બહાર, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.

જામનગરઃ હાર્દિક મનહરભાઈ પરમાર (ઉ.વ.૩૭) નું તા. ૨૨ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું  તા. ૨૬ના શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન હઠીલા હનુમાન મંદિર, રાજપાર્ક, જામનગરમાં  રાખવામાં આવ્યું છે.

જામનગરઃ માલુભા નારૂભા જાડેજા, તે ધીરૂભા જાડેજાના ભાઈ, મહેન્દ્રસિંહ દિલુભા જાડેજાના, બળુભા  પ્રતાપસંગ જાડેજાના કાકા, રઘુવીરસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજાના પિતા,  હરપાલસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, જયપાલસિંહ રઘુવીરસિંહ જાડેજા,  પૃથ્વીરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા, સત્યપાલસિંહ પરાક્રમસિંહ જાડેજા, ઓમદેવસિંહ પરાક્રમસિંહ  જાડેેજાના દાદાનું તા. ૨૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૩-૧-૨૬ના ચાવડા મોડપીર  ડાડાની વાડીએ રાખવામાં આવ્યું છે.

જામનગરઃ દિનાબેન સોલંકી (ઉ.વ.૮૨) તે સ્વ. નાનજીભાઈ કરશનભાઈ સોલંકીના પત્ની, ઉષાબેન  દેવજીભાઈ ચુડાસમા, યોગેશભાઈ, કિરીટભાઈના માતા, દેવજીભાઈ મેઘજીભાઈ ચુડાસમા, ઉર્મિલાબેન  યોગેશભાઈ સોલંકી, ફાલ્ગુની કિરીટભાઈ સોલંકીના સાસુનું તા. ૨૨ના અવસાન થયું છે. સદ્ગતનું  બેસણું તા. ૨૫ને ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન કાશી વિશ્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગરમાં  રાખવામાં આવ્યું છે.

જામનગરઃ હાલારી ભાનુશાળી શારદાબેન અમૃતલાલ ફલીયા (ઉ.વ.૭૯) તે કલ્પેશભાઈ (શિક્ષણ  સમિતિ)ના માતાનું તા. ૨૨ના અવસાન થયું છે સદ્ગતનું બેસણું તા. ૨૩ને મંગળવારે બહેનો માટે   સાંજે ૪:૩૦ થી ૫ તથા ભાઈઓ માટે ૫:૩૦ થી ૬ દરમ્યાન હાલારી ભાનુભાળી જ્ઞાતિની જૂની વાડી,  હવાઈચોક, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

ખંભાળીયાઃ (મૂળ મૂળી નિવાસી)અનોપસિંહ બેચરસિંહ પરમાર (ઉ.વ.૭૫) તે મહેન્દ્રસિંહ (નાના  લખીયા)ના ભાઈ, ઈન્દ્રજીતસિંહ (ભાજપ અગ્રણી), જયેન્દ્રસિંહના પિતા, અજયસિંહ, વીરેન્દ્રસિંહના  કાકા, જયપાલસિંહ, ક્રિષ્નપાલસિંહ, બંસીબાના દાદાનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું  તા. ૨૨ના બપોરે ૩ થી ૫ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે ગણાત્રા હોલ, રામનાથ સોસાયટી,  ખંભાળીયામાં રાખેલ છે.

close
Ank Bandh