શેરબજારમાં બે તરફી અફડાતફડીનો માહોલ...!!

                                                                                                                                                                                                      

તા. ૩૦-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે.... નબળા કોર્પોરેટ પરિણામોની અને અમેરિકા સાથે યુરોપીયન યુનિયને આકરાં ટેરિફ દરે ટ્રેડ ડિલ કરતાં અને યુરોપના દેશો માટે ૧૫% જેટલી ટેરિફ લાગુ કરવાના નિર્ણય વચ્ચે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી, ટેરિફ મામલે ભારત સાથે મામલો હજુ ગૂંચવાયેલો હોઈ ટ્રમ્પ ભારત પર ક્યા ટેરિફ દરે, ક્યાં શરતે ટ્રેડ ડિલ કરશે એના પર ભારત અને વિશ્વની નજર મંડાયેલી હોઈ આ સૂચિત ટ્રેડ ડિલના કાઉન્ટ-ડાઉન વચ્ચે આજે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીનો માહોલ જોવા મળ્યો.

આર્થિક રીતે, જૂલાઈ માસમાં જીએસટી કલેક્શન મજબૂત રહેવાની અપેક્ષા સાથે રોકાણકારો હવે આગામી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી મીટિંગ તરફ આશાવાદી નજરે જોઈ રહ્યા છે, જ્યાં વ્યાજદરમાં કોઈ મોટા ફેરફારની શક્યતા ન હોવાથી બજારમાં સ્થિરતા અને તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૬%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૩૦% અને નેસ્ડેક ૦.૩૮% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૬% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૪૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૧૬ અને વધનારની સંખ્યા ૧૫૯૯ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી અને બેન્કેકસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં લાર્સન લિ., એનટીપીસી લિ., ભારતી એરટેલ, ભારત ઇલેક્ટ્રોનીક્સ, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ અને ટ્રેન્ટ લિ. જેવા શેરો ૪.૦૦% થી ૦.૩૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ટાટા મોટર્સ, હિન્દુસ્તાન યુનીલીવર, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઝોમેટો લિ., આઈટીસી લિ., ઈન્ફોસીસ લિ. અને એક્સીસ બેન્ક જેવા શેરો ૪.૦૦% થી ૦.૨૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૮૫૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૮૬૨૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૮૨૫૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૯૮૩૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ. ૧,૧૩,૬૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૧૩,૭૭૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૩,૬૩૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૧૩,૭૬૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં શેરબજારમાં મેટલ, રિયલ એસ્ટેટ, પાવર અને પીએસયૂ બેંકિંગ જેવા સેક્ટરમાં તેજી જોવા મળવાની શક્યતા છે, કારણ કે ચીન તરફથી ઉત્પાદન વધારવાની આશા અને દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ હાઉસિંગ સેક્ટરમાં મોટા રોકાણની શક્યતાઓ સર્જાઈ રહી છે. સરકારી નીતિ અને ખર્ચ સહકાર પણ પીએસયૂ બેંકો માટે સહાયક સાબિત થઈ શકે છે.

બીજી તરફ, આઈટી, કેમિકલ અને ફાર્મા સેક્ટરમાં ઘટાડો જોવા મળી શકે છે કારણ કે આઈટી સેક્ટર પર યુએસ અને યુરોપમાં મંદીનો દબાણ છે, જ્યારે ફાર્મા અને કેમિકલ કંપનીઓ પર મૂલ્યાંકનનો દબાણ અને નિકાસ ઓર્ડરમાં મંદી જોવા મળી રહી છે. એટલે રોકાણકારોએ સાવધાનીપૂર્વક સેક્ટર પસંદગી કરવી જરૂરી છે.

બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઈનને આડે હવે માત્ર બે દિવસ બાકી છે. બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે અનિશ્ચિતતાઓ જળવાઈ રહી છે. બંને પક્ષે વાટાઘાટો ચાલી રહી હોવા છતાં હજુ સુધી નક્કર જાહેરાત કરવામાં આવી નથી. ભારતના સ્થાનિક બજારને સુરક્ષિત રાખવાના લાંબા સમયથી ચાલતા અભિગમના કારણે વેપાર કરારમાં અમુક વસ્તુઓ વધુ જટિલ બની છે. ભારત અને અમેરિકા વેપાર કરારમાં વિલંબ પાછળનું એક કારણ એલ્યુમિનિયમ અને તાંબા પર અમેરિકા તરફથી લાદવામાં આવેલો ઊંચો ટેરિફ પણ છે.

ભારત સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લાગુ ૫૦% અને ઓટો સેક્ટરમાં ૨૫% ટેરિફમાં રાહત ઈચ્છે છે. જ્યારે ડેરી અને કૃષિ પ્રોડ્કટ્સ પર અમેરિકાને કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવાના પક્ષમાં નથી. બીજી તરફ અમેરિકા ઈચ્છે છે કે, ભારત પેટ્રોકેમિકલ્સ, ડેરી પ્રોડક્ટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, ગાડીઓ અને ઔદ્યોગિક સામાનો પર લાગુ ટેરિફ ઘટાડે. આગામી દિવસોમાં ક્યાં શરતે ટ્રેડ ડિલ થશે એના પર વિશ્વની નજર સાથે આવતીકાલથી ફેડરલ રિઝર્વની શરૂ થઈ રહેલી બે દિવસની બેઠકમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ વ્યાજ દરને લઈને કેવો નિર્ણય લે છે તેના પર બજારની નજર રહેશે. સાથે સાથે અમેરિકામાં બીજા ત્રિમાસિક ગાળાના જીડીપી આંક ઉપરાંત રોજગારના ડેટાની વર્તમા ન સપ્તાહમાં થનારી જાહેરાત બજારની ચાલ નક્કી કરનારા પરિબળો બની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh