Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીએની સંસદીય દળની બેઠકમાં મોદીએ આપ્યું આક્રમક નિવેદનઃ
નવી દિલ્હી તા. ૧૯: વડાપ્રધાન નરેન્દ્રમોદીએ એનડીએની સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા ફરી એકવાર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પર આક્ષેપો કર્યા છે. આ બેઠકમાં એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનો ઔપચારિક પરિચય આપવામાં આવ્યો હતો. વડાપ્રધાને તેમને સન્માનિત પણ કર્યા હતાં. સંસદની લાઈબ્રેરી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં સીપી રાધાકૃષ્ણનને સાંસદો સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન મોદીએ આક્રમક નિવેદન આપ્યું હતું.
એનડીએની આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સિંધુ જળ સંધિ મુદ્દે આક્રમક પ્રહારો કર્યા હતાં. તેમણે નહેરૂ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, 'પંડિત જવાહરલાલ નહેરૂએ પહેલા દેશના ભાગલા પાડ્યા અને બાદમાં પાણીના પણ ભાગલા પાડ્યા. તેમણે સિંધુ જળ સંધી હેઠળ ૮૦ ટકા પાણી પાકિસ્તાનને સોંપી દીધુ. ઉલ્લેખનિય છે. ત્યારપછી નહેરૂએ પોતે પોતાના સચિવના માધ્યમથી આ ભૂલનો સ્વીકાર કર્યો હતો કે, તેનો કોઈ લાભ થયો નથી. આ સમાધાન સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હતું.'
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ સિંધુ જળ સંધી મુદ્દે જવાહરલાલ નહેરૂ પર આક્ષેપો કર્યા હતાં. તેમણે સોશિયલ મીડિયા પર આ જળ સંધિના નિરીક્ષણની માહિતી આપતા કહ્યુંઢ કે, 'વડાપ્રધાન મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા આચરવામાં આવેલા હિમાલય બ્લન્ડર સુધારવાનો પ્રયાસ કર્યો છે. આ નિર્ણય લેતી વખતે નહેરૂએ સંસદ ગૃહને વિશ્વાસમાં લીધું ન હતું. તેની સાથે ચર્ચા-વિચારણા પણ કરી ન હતી.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial