Advertisement
Author: નોબત સમાચાર

સપ્તાહના અંતે ફંડોની નફારૂપી વેચવાલી...!!

તા. ૦૩-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયાથી ક્રુડ ઓઈલ ખરીદી બંધ કરવા માટે દબાણ કરી રહ્યા અને ટેરિફ મામલે ભીંસ વધારશે એવી અટકળો વચ્ચે આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી.

ફુગાવામાં ઘટાડો અને જીએસટીમાં સુધારાથી માંગ પર સકારાત્મક અસરે આરબીઆઈ દ્વારા રેપો રેટ યથાવત્ રખાતા તેમજ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં અપેક્ષા કરતાં વધુ જીડીપી ગ્રોથ નોંધાયો હોવાના અહેવાલે બુધવારે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો, જો કે આજે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.

અલબત ચાઈના પણ તાઈવાન મામલે અમેરિકા પર સ્વતંત્ર રાષ્ટ્રનું વલણ છોડવા દબાણ કરી રહ્યાના અને યુક્રેન મામલે હજુ યુદ્ધ વકરવાના અને ગાઝા મામલે ઈઝરાયેલના આક્રમક વલણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેતા ભારતીય શેરબજારમાં રોકાણકારોની દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૪%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૦૬% અને નેસ્ડેક ૦.૩૯% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૭ અને વધનારની સંખ્યા ૨૦૭૮ રહી હતી, ૧૮૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર મેટલ, ઇન્ડસ્ટ્રીયલ્સ, ક્ર્પીતાલ ગુડ્સ, કોમોડીટી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બેન્કેકસ અને સર્વિસ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૧૭,૧૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૭,૧૪૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૬,૭૮૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૪૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૧૭,૧૪૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૪૩,૦૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૪૩,૦૫૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૪૧,૯૬૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૯૧૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૪૨,૮૧૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

એક્સીસ બેન્ક (૧૧૭૮) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૪૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૯૩ થી રૂ.૧૨૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાન...!!

જેએસડબ્લ્યુ સ્ટીલ (૧૧૫૮) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૧૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૧૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

સ્ટેટ બેન્ક (૮૬૮) : રૂ.૮૫૫ નો પ્રથમ તેમજ રૂ.૮૪૮ બીજા સપોર્ટથી પબ્લિક બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૮૩ થી રૂ.૮૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ટાટા ટેકનોલોજી (૬૯૦) : આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૩ થી રૂ.૭૧૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૬૭૬ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મોનિટરી પોલિસીની તાજેતરની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર તેને ૫.૫% પર જાળવી રાખ્યો છે. અગાઉ બજારમાં એવી અપેક્ષા હતી કે ફેસ્ટિવલ સિઝનમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. જોકે, આરબીઆઈએ મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને દરો યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. આ સાથે આરબીઆઈએ ભારતીય અર્થતંત્ર માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને ૬.૮% કર્યું હતું. જો કે પ્રથમ ત્રિમાસિકમાં ૭.૮% વૃદ્ધિ નોંધાયા બાદ અગાઉ ૭% વૃદ્ધિના અંદાજ સામે એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૫%ના દરે વધવાની શક્યતા વ્યક્ત કરી છે.

યુએસ દ્વારા ભારતીય નિકાસ પર લાગુ કરાયેલા ૫૦% ટેરિફને કારણે આ અનુમાન ઘટાડવામાં આવ્યું છે. નિકાસમાં આવનારો ઘટાડો નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ અને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ બંને વર્ષોમાં જીડીપી વૃદ્ધિને અસર કરશે તેવું અનુમાન છે. ખાસ કરીને ચોખ્ખી નિકાસ અપેક્ષા કરતા ઓછી રહેશે. તે ઉપરાંત, તાજેતરમાં જ જાહેર કરાયેલા જીએસટી કાપને કારણે કર આવક ઘટશે અને ખર્ચનું સ્તર જળવાયું રહેતા રાજકોષીય ખાધ બજેટમાં દર્શાવાયેલા ૪.૪% કરતાં વધારે રહેવાની સંભાવના છે. તેથી આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh