Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ

આગામી તા. ૮ ઓક્ટોબરે ટાઉનહોલમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જામનગર દ્વારા તા. ૮-૧૦-ર૦રપ, બુધવારના શહેરના ટાઉનહોલમાં વિકાસ સપ્તાહ અંતર્ગત 'યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ જામનગરના યુવાનોને રોજગારી અને કૌશલ્ય સશક્તિકરણની નવી તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે સવારે ૧૦ કલાકે શરૂ થશે. આ સમારંભમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીના માધ્યમથી વિવિધ કંપનીઓમાં નિમણૂક પામેલા ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે રોજગાર એનાયત પત્રક વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આટીઆઈ) ના આધુનિકરણ અને તાલીમને ઉદ્યોગલક્ષી બનાવવા માટે વિવિધ ખાનગી કંપનીઓ સાથે સમજુતી કરાર કરવામાં આવનાર છે. સાથે જ કૌશલ્યવાન તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ થાય તે પહેલા જ નોકરીની ખાતરી આપતા પ્રોવિઝનલ ઓફર લેટર્સ પણ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહીત કરશે. જિલ્લાના તમામ નાગરિકો અને યુવાનોને આ વિકાસલક્ષી સમારંભમાં હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh