Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ટાઉન હોલના રિનોવેશનમાં વિજિલિયન્સની તપાસ માંગતા કોર્પોરેટર

પોણાત્રણ કરોડવાળો ખર્ચ ૭ કરોડ કેમ થયો?

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગરની મધ્યમાં આવેલા ટાઉનહોલના રિનોવશનમાં થયેલ ગોબાચારી અંગે વિજિલિયન્સની તપાસની માંગ કરવામાં આવી છે.

જામનગરના વોર્ડ નંબર ૧ર ના વિપક્ષના કોર્પોરેટર અસ્લમ ખીલજીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત સાથે માંગણી કરતા જણાવ્યું છે કે, ટાઉનહોલના રિનોવેશન માટે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા વર્ષ ર૦૧પ-૧૬ માં ઠરાવ કરવામાં આવ્યો હતો. જે ઠરાવમાં રૂ. ૩ કરોડ ર૪ લાખનો ખર્ચ ૧૬ ટકા નીચા ભાવમાં કામ અપાયું તેમાં કન્સલટન્ટ તરીકે સચિન વ્યાસ હતાં, જે ૩ કરોડ ર૪ લાખના ખર્ચમાં ૧૬ ટકા ડાઉનમાં ર કરોડ ૭૩ લાખમાં કામ સોંપાયું હતું જે કામની એક ટકા રકમ આપી કોન્ટ્રાક્ટરને કારણ દર્શાવ્યા વગર ૬ વર્ષ પછી કામ રદ્ કર્યું હતું.

આ પછી તા. રપ-૪-ર૦રર માં મારૂતિ અભિન્તીક નામની કંપનીને ઈરાદાપૂર્વક નીચા ભાવના બદલે ઊંચા ભાવે ૩ કરોડ ૯૯ લાખ ના ખર્ચે કામ અપાયું હતું. આ કામ ૧ર માસની મુદ્તે પૂર્ણ કરવાની શરતે આપવામાં આવ્યું હતું. તેના બદલે તા. ર૭-૧૦-ર૦ર૪ ના એટલે કે ર૭ માસ પછી વધારાનો ઠરાવ કરાયો હતો જેમાં વધારાનો રૂ. ર કરોડ ૯૭ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

આ વધારાનો ખર્ચ કોન્ટ્રાક્ટરને માલેતુજાર થવા માટે મહાનગરપાલિકાની તિજોરીના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતાં.

આ અંગે અસ્લમ ખીલજી દ્વારા જીએસટી ભરેલ બીલની નકલ સહિત વિગતો માંગવામાં આવી હતી, પરંતુ તેને નકલો આપવામાં આવી ન હતી. આ બાબતે કોર્પોરેટરે સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કર્યા હતાં.

જે કામ વર્ષ ર૦૧૬ માં ર કરોડ ૭૩ લાખ રૂપિયાનું હતું તે કામ માટે તા. રપ-૪-ર૦રર ના સ્ટે. કમિટીએ વધારાનો ખર્ચ મંજુર કરી રૂ. ૭ કરોડ ૦પ લાખનો ખર્ચ થયો કેવી રીતે? એવું તો શું વધારાનું કામ થયું છે? શું ટાઉનહોલમાં હીરા જવડવામાં આવ્યા છે?

ટાઉનહોલ વોટર પ્રૂફ અને ઈલે. સેફ્ટીથી સજ્જ છે, તો તાજેતરમાં ટાઉનહોલના પાર્કિંગમાં શોર્ટ સર્કિટથી આગનો બનાવ કેમ બન્યો?

રિનોવેશનનું કામ નબળી ગુણવત્તાનું થયું છે. સત્તાધારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આથી થર્ડ પાર્ટી મારફત વિજિલિયન્સ તપાસ કરાવવામાં આવે અન્યથા ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરવાની પણ ચિમકી આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh