Advertisement
Author: નોબત સમાચાર

'ખેડૂતોને નુક્સાનનું વળતર ચૂકવો'ની રજૂઆત 'સાહેબ'ના ટેબલ સુધી પહોંચે તે પહેલા જ રાજ્ય સરકારનો વળતર ચૂકવવા નિર્ણય

કોની રજૂઆતને સફળતા મળી???

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: કમોસમી વરસાદના કારણે હાલારના બન્ને જિલ્લા ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોટાભાગના ખેડૂતોના પાકોને અતિશય નુક્સાન થયું અને આ નુક્સાનીના તસ્વીરી અહેવાલો, ટીવી પરના દૃશ્યો સાથેના સમાચારોના કારણે ખેડૂતોને થયેલ ભારે આર્થિક નુક્સાનીથી ચિંતાનું મોજુ ફરી વળ્યું.

જ્યારે જ્યારે આવી કોઈ કુદરતી આફતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાય જાય ત્યારે અત્યાર સુધીના અનુભવો પ્રમાણે ભાજપ સરકારના શાસનમાં ભાજપ સિવાયના વિપક્ષી આગેવાનો કે ખેડૂત સંગઠનો દ્વારા સહાય/વળતરની માગણીઓ થતી રહેતી હતી.

પણ આ વખતે એવો કોઈ ચમત્કાર થયો કે ખુદ સત્તાધારી ભાજપના ચૂંટાયેલા ટોપ-ટુ-બોટમ નેતાઓ દ્વારા સીએમ, કૃષિમંત્રીને રજૂઆતો કરવામાં આવી...

પણ... આ રજૂઆતોના પત્રો સરકારના ટેબલ સુધી પહોંચે તે પહેલા તો રાજ્ય સરકારના મંત્રીમંડળની તાબડતોબ ખાસ બેઠક યોજાઈ અને કેબિનેટમાં ખેડૂતોને નુક્સાનીનું વળતર ચૂકવવાની દરખાસ્ત મંજુર થઈ ગઈ... રાજ્ય સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું કે દરેક ગામ-ખેતરમાં ગ્રામ સેવકો દ્વારા સર્વે કરવામાં આવશે અને માત્ર સાત જ દિવસમાં તેનો રિપોર્ટ સરકારને મળી જશે. ત્યારપછી તરત જ સર્વેના આધારે વળતર/સહાય કે ઈન-જનરલ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.

આમ... સંધાય રજૂઆતકર્તાઓની રજૂઆતો ફળીભૂત થઈ એમ કહી શકાય તેમ નથી. એકંદરે આવી રજૂઆતો કરનારાઓની કોઈ અસર થાય તે પહેલા જ રાજ્ય સરકારે નિર્ણય જાહેર કરી દીધો... હવે... અમારી રજૂઆતને સફળતા મળી છે તેવી પ્રસિદ્ધિને અવકાશ જ રહ્યો નથી. ખેર, રાજ્ય સરકારે ખેડૂતોની આર્થિક નુક્સાનીની ગંભીરતા સમજીને તાકીદે યોગ્ય નિર્ણય કર્યો છે અને સરકારના જાહેર કર્યા મુજબ જેમ બને તેમ ઝડપથી પ્રામાણિકપણે, પારદર્શી રીતે સર્વેની કામગીરી પૂર્ણ કરી અસરકર્તા ખેડૂતોને યોગ્ય સહાય મળે તેવી વ્યવસ્થા પણ કરવાની જરૂર છે.

બાકી... સરકારે તમામ મંત્રીઓ અને પક્ષના ધારાસભ્યો સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખેતરે ખેતરે જઈ ખેડૂતોને રૂબરૂ મળવા, નુક્સાનીનો તાગ મેળવવા પણ સૂચના આપી છે, અને આવી સૂચના ભાજપની સ્ટાઈલ મુજબ રાજકીય પ્રોપેગન્ડા હોય શકે છે, પણ... તેમાં પણ... નેતાઓની ખેતરોમાં મુલાકાત ફોટોસેશન બનતી હોવાની વિગતો જાહેર થઈ રહી છે અને પીડિત ખેડૂતોમાં ટીકા પણ થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh