Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ૧૦ વર્ષમાં ચાર-ચાર પ્રભારીમંત્રી આવી ગયા, છતાં કેમ દુર્લક્ષ સેવાય છે...?: યક્ષ પ્રશ્ન
ખંભાળીયા તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયામાં આવેલ સરકારી હોસ્પિટલ જિલ્લાની એકમાત્ર મોટી સરકારી હોસ્પિટલ હોવા છતાં દસ-દસ વરસથી રાજયસરકારના આરોગ્ય વિભાગ દ્વારા સતત ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે.
ર૦૧૬ માં થયેલી આ હોસ્પિટલ પ્રત્યે રાજ્યનું આરોગ્યખાતું ઓરમાયુ વર્તન રાખતું હોય તેમ ર૦૧૬ થી આ હોસ્પિટલ અપગ્રેડ થઈ હોવા છતાં, શહેરમાં જુની હોસ્પિટલમાં ૯૦ બેડનો સ્ટાફ હતો તેજ આ વિશાળ અદ્યતન હોસ્પિટલમાં છે તે પણ દશ વર્ષથી...!!
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક ખંભાળીયા કે જ્યાં મહિને રપ/૩૦ હજાર અને ક્યારેક તો તેનાથી પણ વધુ ઓપીડી હોય છે. અહીં દોઢસો બેડની હોસ્પિટલ છે અને જરૂર પડ્યે ૧પ૦ દર્દીઓ પણ હોય છે, પણ સ્ટાફ ૯૦ નો જ છે...!!
૯૦ બેડની સ્થિતિ મુજબ સ્વીપરો, નર્સ, અન્ય સ્ટાફ પણ હોય, દર્દીઓ વચ્ચે નર્સીંગ સ્ટાફની રોગચાળામાં ભારે કટોકટી થાય છે, પણ આરોગ્ય તંત્રને હજુ ખબર નથી કે, આપણે ૧૦ વર્ષથી અહીં ૧પ૦ બેડની હોસ્પિટલમાં ૯૦ ના સ્ટાફમાં ચલાવીએ છીએ...!!
આવી ગંભીર સ્થિતિ જો ખાનગી હોસ્પિટલમાં હોય તો, તેની સામે કેસ થઈ જાય પણ આ તો સરકારી હોસ્પિટલ છે...!! જિલ્લાના પ્રભારી મંત્રી હોય તેમણે આવા ગંભીર પ્રશ્નોની નોંધ લઈને ઉપર આનો નિકાલ લાવવો જોઈએ. ૧૦ વર્ષમાં ચાર પ્રભારી મંત્રી આવી ગયા, પણ કદાચ તેમને આ ગંભીર પ્રશ્નની ખબર જ નથી...!!
નવાઈની વાત અને આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી તો તે છે કે, ર૦૧૯ માં કોરોના વખતે પણ ૧પ૦ બેડ ની હોસ્પિટલ અને કોરોના વોર્ડમાં પણ ૯૦ બેડના સ્ટાફે કોરોના વિદાય થયો ત્યાં સુધી કામ કર્યુ હતું...!! તો પણ ગાંધીનગરનું આરોગ્ય તંત્ર 'કુંભકર્ણ' ના રોલમાં હોય, દ્વારકા જિલ્લા પ્રત્યે ઓરમાયું વર્તન રાખનારા આરોગ્ય તંત્રની આકરી ટીકા જનતા કરી રહી છે. રાજયના મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial