Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અશ્લીલ કન્ટેન્ટ સામે પગલા
નવી દિલ્હી તા. ૨૫ઃ કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર આકરૂ વલણ અપનાવતાં ઉલ્લુ એપ, એએલટીટી, દેશી ફ્લિક્સ, અને બિગ શોટ્સ જેવી અનેક એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. આ સંદર્ભે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે.
નોટિફિકેશન અનુસાર, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, દેશભરમાં આ પ્રકારના સોફ્ટ પોર્ન કન્ટેન્ટ દર્શાવતી ૨૫ વેબસાઈટ્સ તાત્કાલિક ધોરણે બ્લોક કરવામાં આવે.
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના મંત્રાલયને આ પ્રકારની એપ્સ અને વેબસીરિઝ એડલ્ટ કન્ટેન્ટ પ્રસારિત થઈ રહૃાું હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેના પર કાર્યવાહી હાથ ધરતાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને ઉલ્લુ, અલ્ટ, અને દેશી ફ્લિક્સ સહિતના ૨૫ ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવા આદેશ અપાયો છે.
માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર અશ્લીલ સામગ્રી પીરસતા ડિજિટલ કન્ટેન્ટ પર અંકુશ લાદવા માર્ચમાં મંત્રાલયે ૧૯ વેબસાઈટ, ૧૦ એપ્સ, અને ૧૮ ઓટીટી પ્લેટફોર્મ્સના ૫૭ સોશિયલ મીડિયા હેન્ડલર્સ પર પ્રતિબંધ મૂકયો હતો. નોટિફિકેશનમાં ભાર મુકવામાં આવ્યો છે કે, ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રૂલ્સ, ૨૦૨૧ હેઠળ હેઠળ ગેરકાયદે ગણાતી માહિતી અને દૃશ્યોને દૂર કરવાની જવાબદારી મધ્યસ્થીઓની છે.
બિગ શોટ્સ એપ, બુમેક્સ, નવરસા લાઈટ, ગુલાબ એપ, કંગન એપ, બુલ એપ, જલવા એપ, વાઉ એન્ટરટેઈનમેન્ટ, લુક એન્ટરટેઈનમેન્ટ, હિટપ્રાઈમ, ફેનિયો, શોએક્સ, સોલ ટોકિઝ, અડ્ડા ટીવી, હોટએક્સ વીઆઈપી, હલચલ એપ, મુડ એક્સ, નિયો એક્સ વીઆઈપી, ફુગી, મોજફિક્સ, ટ્રિફ્લિક્સ, ઉલ્લુ, અલ્ટ બાલાજી, દેશી ફ્લિક્સ.
અશ્લીલ સામગ્રી દર્શાવતા ડિજિટલ કન્ટેન્ટ પર અંકુશ લાદવા માર્ચમાં મંત્રાલયે ૧૯ વેબસાઈટ, ૧૦ એપ્સ, અને ૧૮ ઓટીટી પ્લેટફોર્મ્સના ૫૭ સોશિયલ મીડિયા હેન્ડલર્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial