Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થાઈલેન્ડના બેન્કોકમાં આયોજિત ગ્રાન્ડ એવોર્ડ ફંકશનમાં
જામનગર તા. ૧૨: થાઈલેન્ડમાં યોજાયેલ ઈએમએફ દ્વારા આયોજિત ગ્રાન્ડ એવોર્ડ ફંકશનમાં જામનગરના નામાંકીત ઈવેન્ટ ઓર્ગોનાઈઝર અને ડી.જે. મારસ્ટર હેમ્ઝ ઈવેન્ટ પ્રા.લિ.ને જુદાજુદા ૩ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ હેમ્ઝ ઈવેન્ટ પ્રા.લિ.ના ડાયરેકટર હેમલ પુરખાને પોતાના નવા વિચારો અને ભવ્ય ઈવેન્ટસ બદલ ઈવીએફ સંસ્થા દ્વારા થાઈલેન્ડના બેન્કોકમાં બેસ્ટ સંગીત, બેસ્ટ પ્રોડક્શન અને બેસ્ટ લાઈવ કોન્સેટ ઓફ ધ યર ના એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
હેમ્ઝ ઈવેન્ટસ પ્રા.લિ. આજે જામનગરમાં પોતાની એક નવી ઓળખ ઊભી કરવામાં સફળતા મેળવી છે, હેમ્ઝ ઈવેન્ટના ડાયરેકટર હેમલભાઈ પુરખા પોતાના નવા વિચાર અને ભવ્ય ઈવેન્ટ્સ ઓર્ગેનાઈઝ કરવામાં જામનગરના લોકોની પ્રથમ પસંદ બની ગયા છે, તાજેતરમાં થાઈલેન્ડના બેન્કોક સદરમાં ઈએમએફ દ્વારા આયોજિત ગ્રાન્ડ એવોર્ડ ફન્કશનમાં જામનગરનું હેમ્ઝ ઈવેન્ટ્સ પ્રા.લિ. ને ૩ એવોર્ડ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા છે.
આ એવોર્ડ સેરેમનીમાં હેમ્ઝ ઈવેન્ટસ પ્રા.લિ.ને બેસ્ટ સંગીત ફંક્શન ઓફ ધ યર, બેસ્ટ પ્રોડક્શન હાઉસ ઓફ ધ યર અને બેસ્ટ લાઈવ કોન્સર્ટ ઓફ ધ યર નો ખિતાબ બોલીવુડ એક્ટર અર્જુન કપુર, ઉદયપુરના રાજા લક્ષ્યરાજસિંહ મેવાડ અને ઈએમએફ ફાઉન્ડર પ્રેસિડેન્ટ જયદીપ મહેતા અને સુમન્ત જયક્રિષ્ણાના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે હાલાર માટે અને જામનગર માટે ગૌરવની વાત છે. આ એવોર્ડ ફંકશનમાં ૫૦૦થી વધુ દેશ-વિદેશના લોકોએ ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial