Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત સરકારના અનુરોધ પર ૧૦પ ભારતીયો સહિત ૩૦૭પ ની ધરપકડ
નવી દિલ્હી તા. ર૪: ભારત સરકારના અનુરોધ પછી ડિજિટલ અરેસ્ટ કરનાર ગેંગ પર કંબોડિયામાં મોટી કાર્યવાહી થઈ છે, જે દરમિયાન ૧૦પ ભારતીય સહિત ૩૦૭પ ની ધરપકડ કરાઈ છે.
કંબોડિયામાં ઓનલાઈન સ્કેમ અને ડિજિટલ અરેસ્ટ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. ભારતના ગૃહમંત્રાલય, વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરની અપીલ પર કંબોડિયા સરકારે છેલ્લા ૧પ દિવસમાં દેશભરમાં દરોડા પાડ્યા હતાં. ૧૦પ ભારતીય સહિત ૩૦૭પ લોકોની ધરપકડ કરી છે.
મીડિયા અહેવાલો અનુસાર ભારતીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને ગુપ્ત માહિતી મળી હતી કે કંબોડિયાથી ડિજિટલ અરેસ્ટનો ખેલ ચાલી રહ્યો છે, ત્યારે કંબોડિયા સરકારે ૧૩૮ અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતાં.
આ દરમિયાન ધરપકડ કરાયેલા લોકોમાંથી ૬૦૬ મહિલાઓ છે, જેમાં ૧.૦ર૮ ચીની, ૬૯૩ વિયેતનામી, ૩૬૬ ઈન્ડોનેશિયા, ૧૦૧ બાંગ્લાદેશી, ૮ર થાઈ, પ૭ કોરિયન, ૮૧ પાકિસ્તાની, ૧૩ નેપાળી અને ૪ મલેશિયન નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફિલિપાઈન્સ, નાઈજીરિયા, મ્યાનમાર, રશિયા અને યુગાન્ડા જેવા અન્ય દેશોના લોકોની પણ ધરપકડ કરાઈ છે.
આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, ડ્રગ્સ, હથિયારો, ગોળીઓ, ચીની અને ભારતીય પોલીસના નકલી ગણવેશ, ડ્રગ્સ પ્રોસેસિંગ મશીનો મળી આવ્યા છે. ઘણાં કિસ્સાઓમાં એક્સ્ટસી પાવડર જેવા ડ્રગ્સ પણ મળી આવ્યા છે.
એવું માનવામાં આવે છે કે આ રેકેટમાં ઘણાં વધુ લોકોની ધરપકડ થઈ શકે છે. આરોપીઓના કંબોડિયા ઉપરાંત અન્ય દેશોમાં કનેક્શન હોઈ શકે છે, જેની તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનિય છે કે, ભારત સરકાર હવે કંબોડિયામાં ધરપકડ કરાયેલા ૧૦પ ભારતીયોને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ગૃહમંત્રાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ગયા મહિને કંબોડિયાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ભારત સરકારે નાગરિકોને કંબોડિયામાં કાર્યરત સાયબર ફ્રોડ રેકેટથી સાવધ રહેવા ચેતવણી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial