Advertisement
Author: નોબત સમાચાર

જાંબુડામાં ઉજવાયો જળ અર્પણ દિવસઃ જળ સંરક્ષણ માટે ગ્રામજનોએ લીધો સંકલ્પ

ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે ગામની પાણી સમિતિને જળ-કળશ, એસઓપી સાથે પ્રમાણપત્ર એનાયત કર્યું

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લાના જાંબુડા ગામે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 'જલ અર્પણ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા "જળ બચાવો-જીવન બચાવો" જેવા પ્રેરણાદાયી નારાઓ સાથે જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેના દ્વારા ગામમાં જળ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા પાણીના સંરક્ષણ અને સંચય માટે સંકલ્પ લઈ જળ બચાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા ગામની જળ કળશ પ્રમાણપત્ર તથા આંતરિક પાણી વિતરણ યોજના સુચારૂ રીતે અમલમાં રહે તે માટેની કાર્યપદ્ધતિ અર્પણ કરવામાં આવી હતી. જળ સંચય અને શળ શક્તિના સદુપયોગ દ્વારા ગ્રામ વિકાસને નવી દિશા આપવાનો આ પ્રયાસ સ્તુત્ય હોવાનું જણાવી ઉપસ્થિત ગ્રામજનોએ પણ જળ સંરક્ષણ માટે સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, સરપંચ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh