Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એડીઆર દ્વારા સોગંદનામાઓનું વિશ્લેષણઃ નેતાઓની ગુનાહિત પૃષ્ઠભૂમિ ગંભીર ચિંતાનો વિષય
નવી દિલ્હી તા. ૨૩: એડીઆરના રિપોર્ટ મુજબ એક તૃત્યાંશ સીએમ દાગી છે. કારણ કે ૩૩ ટકા ઉપર હત્યાનો પ્રયાસ-અપહરણ લાંચ જેવા ગંભીર આરોપ છે. તેલંગાણાનાં સીએમ ઉપર સૌથી વધુ ૮૯ કેસ, બીજા ક્રમે સ્ટાલિન અને ત્રીજા ક્રમે ચંદ્રાબાબુ નાયડુ છે.
દેશના ૩૦ વર્તમાન મુખ્યમંત્રીઓમાંથી, ૧૨ એ તેમની સામે ફોજદારી કેસોની માહિતી આપી છે. આ આંકડો કુલના લગભગ ૪૦ ટકા છે. ચૂંટણી સુધારા સાથે સંકળાયેલી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના તાજેતરના અહેવાલમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. એડીઆર દ્વારા બહાર પાડવામાં આવેલ આ અહેવાલ મુખ્યમંત્રીઓના સોગંદનામાનું વિશ્લેષણ કરે છે, જેમાં તેમના દ્વારા જાહેર કરાયેલા ફોજદારી કેસોની વિગતો શામેલ છે. આ અહેવાલ ફરી એકવાર રાજકીય ક્ષેત્રમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓની હાજરી પર પ્રશ્નો ઉભા કરી રહૃાો છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ, દેશમાં ગુનાહિત છબિ ધરાવતા મુખ્યમંત્રીઓની યાદીમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે સૌથી વધુ ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમની સામે કુલ ૮૯ કેસ નોંધાયેલા છે, જે દેશના અન્ય કોઈપણ મુખ્યમંત્રી કરતા વધુ છે.
આ યાદીમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન બીજા સ્થાને છે, જેમની સામે ૪૭ કેસ નોંધાયેલા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ત્રીજા નંબરે છે, જેમની સામે ૧૯ કેસ નોંધાયેલા છે.
તદ્પરાંત કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે ૧૩ ફોજદારી કેસ નોંધાયેલા છે અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સામે ૫ ફોજદારી કેસ નોંધાયેલા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહે ૪-૪ કેસ જાહેર કર્યા છે, જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સામે ૨ કેસ નોંધાયેલા છે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સામે ૧ કેસ નોંધાયેલ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ના તાજેતરના અહેવાલ મુજબ, દેશના ૩૦ મુખ્યમંત્રી ઓમાંથી, ૧૦ એટલે કે લગભગ ૩૩ ટકા મુખ્યમંત્રીઓએ પોતાની સામે ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે. આમાં હત્યાનો પ્રયાસ, અપહરણ, લાંચ અને ગુનાહિત ધાકધમકી જેવા ગંભીર આરોપો શામેલ છે. આ ખુલાસો રાજકારણમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓની વધતી સંખ્યા પર ગંભીર ચિંતા ઉભી કરે છે.
સરકારના નવા બિલમાં, ધરપકડના ૩૦ દિવસ પછી રાજીનામું આપવું પડશે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકારે ૩ નવા બિલ રજૂ કર્યા છે, જેમાં એવી જોગવાઈ છે કે જો વડા પ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રીને ગંભીર ગુનાહિત કેસમાં ૩૦ દિવસ માટે ધરપકડ કરવામાં આવે છે, તો તેમને તેમના પદ પરથી દૂર કરી શકાય છે. એડીઆરનો આ રિપોર્ટ એ પણ પ્રકાશ પાડે છે કે દેશના ટોચના નેતૃત્વમાં પણ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો આ પરિસ્થિતિ લોકશાહીની પારદર્શિતા પર પ્રશ્નો ઉભા કરે છે, પરંતુ શાસન વ્યવસ્થાની વિશ્વસનીયતાને પણ અસર કરે છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ મુખ્યમંત્રીઓની ગુનાહિત પૃષ્ઠભૂમિ પર આ રિપોર્ટ છેલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રીઓ દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાના આધારે વિશ્લેષણ પછી તૈયાર કર્યો છે.
અ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કુલ ૩૦ માંથી ૧૨ મુખ્યમંત્રીઓ (૪૦%) એ કોઈને કોઈ ગુનાહિત કેસમાં આરોપી જાહેર કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial