Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધન્વન્તરિ ઓડિટોરીયમમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે
જામનગર તા. ૧૯: ઈટ્રા જામનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-૨૦૨૬ની ઉજવણી નિમિત્તે ૩ડી સાયન્સ ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, જે ભારતીય ભૌતિકશાસ્ત્રી સી. વી. રમણ દ્વારા ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૮ના ''રમણ ઇફેક્ટ''ની શોધની યાદમાં ઉજવવામાં આવે છે. આ ઐતિહાસિક શોધ બદલ તેમને ૧૯૩૦માં ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
આ ૩ડી સાયન્સ ફિલ્મ શો અંતર્ગત જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની વિવિધ સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૬ થી ૮ ના અંદાજે ૨૫૦૦ વિદ્યાર્થીઓને ફિલ્મ બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મ શો ખાસ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રચાયેલ છે અને તેનો સંપૂર્ણ ખર્ચ ઈટ્રા જામનગર દ્વારા વહન કરવામાં આવ્યો છે.
ત્રણ દિવસીય ૩ડી સાયન્સ ફિલ્મ શો કાર્યક્રમ તા. ૧૮-૦૨-૨૦૨૬ના શરૂ થયો છે અને તા. ૨૦-૦૨-૨૦૨૬ સુધી ચાલુ રહેશે. કાર્યક્રમનું આયોજન શ્રી રાજમાતા ગુલાબકુંવરબા ઓડિટોરિયમ, ધન્વન્તરિ મંદિર, ડી.કે.વી. સર્કલ નજીક, જામનગરમાં કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ માટે ઈટ્રા દ્વારા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શ્રી એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલના સહયોગથી યોજાઈ રહૃાો છે. વિદ્યાર્થીઓને તેમના શાળાએથી કાર્યક્રમ સ્થળ સુધી અને પરત શાળાએ પહોંચાડવા માટે જરૂરી પરિવહન સુવિધા પણ શૈક્ષણિક સમિતિ દ્વારા પૂરી પાડવામાં આવશે.
કાર્યક્રમનું ઉદ્દઘાટન જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈટ્રા જામનગરના ડેપ્યુટી ડિરેક્ટર (અન્ડર ગ્રેજ્યુએટ) ડો. વર્ષા આર. સોલંકી ઉપસ્થિત રહૃાાં હતાં.
આ મહિના દરમિયાન આયોજિત વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું સંકલન બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીના વડા ડો. ગોપીનાથ અગ્નિહોત્રમ દ્વારા, ઈટ્રાના ડિરેક્ટર ડો. તનુજા નેસરીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial