Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીઃ
જામનગરમાં શ્રી લેઉવા પટેલ સમાજ દ્વારા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરદાર એકતા રેલી સહિત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં નવનિર્મિત બેંકવેટ હોલ અનેવીંગ સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરાયું હતું. સૌપ્રથમ લેઉવા પટેલ સમાજ સંચાલિત સેટેલાઈટ પાર્ટી પ્લોટથી સરદાર એકતા યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા રણજીત સાગર રોડ, પવનચક્કી, સુમેર કલબ રોડ થઈ રણજીતનગર પટેલ સમાજ પૂર્ણ થઈ હતી. જ્યાં સરદાર પટેલની પ્રતીમાને ફૂલહાર કરાયા હતા. સમાજ ભવનમાં સરદાર પટેલના ર૭ ફૂટ ઉંચા વિશાળ પોટ્રેટનું અનાવરણ રાજ્યના પૂર્વ કેબિનેટમંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશ અકબરી, પૂર્વ કેબિનેટમંત્રી આર.બી. ફળદુ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા અને અગ્રણીઓ દ્વારા વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ત્યારપછી સમાજ ભવનમાં તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત બેંકવેટ હોલનું દાતા લાભુબેન ગંગદાસભાઈ કાછડીયા અને વીંગનું લોકાર્પણ વનીતાબેન રાજુભાઈ કોઠીયા દ્વારા પરિવારજનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ સાથે યોજાયેલા નૂતનવર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ કેબિનેટમંત્રી આર.સી. ફળદુ, સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરીયા, જિ.પં.ના પૂર્વ પ્રમુખ ડો. વસોયા, મહિલા અગ્રણી સાવિત્રીબેન ગલાણી સહિતના અગ્રણીઓ, જ્ઞાતિજનોને શુભકામના પાઠવી હતી તથા સરદાર સાહેબના કાર્યાેને યાદ કરી રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાના માર્ગે ચાલવા અનુરોધ કરાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા ખરીદ વેચાણ સંઘના છગનભાઈ વિરાણી, જેસી વિરાણી, જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી, જ્ઞાતિના મંત્રી અશોકભાઈ પટેલ, ઉપપ્રમુખ કૈલાશભાઈ રામોલીયા, મનસુખભાઈ ભંડેરી, સહમંત્રી રમેશભાઈ વેકરીયા, ખજાનચી કિશોરભાઈ સંઘાણી, ખોડલધામના કન્વીનર મયુરભાઈ મુંગરા સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial