Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક ઝલક નિહાળવા ચાહકો ઉમટી પડ્યા હતાં: વનતારાની મુલાકાતે રવાના
જામનગર તા. ૧૬: જામનગર નજીકના મોટી ખાવડી સ્થિત રિલાયન્સના વનતારામાં અવારનવાર સેલીબ્રીટીઓનું આગમન થતું રહે છે. ગત્ શનિવારે સચિન તેંડુલકર પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા હતાં. તેમની સાથે યુવરાજસિંહ પણ જોડાયા હતાં.
શનિવારે જામનગર એરપોર્ટ ઉપર ભારતીય ક્રિકેટર સચિન તેડુલકર અને યુવરાજસિંહનું આગમન થતા ક્રિકેટ ચાહકો તેની ઝલક નિહાળવા ઉમટી પડ્યા હતાં. તેઓ જામનગર એરપોર્ટ ઉપર આવ્યા પછી સીધા જ મોટર માર્ગે વનતારા જવા રવાના થયા હતાં. સચિન તેંડુલકર સાથે તેમના પત્ની અંજલી અને પુત્ર અર્જુન અને પુત્રી સારા તેંડુલકર પણ જોડાયા હતાં. તેંડુલકર પરિવાર પોતાના પારિવારિક પ્રસંગ માટે આવ્યો હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial