Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૪૪ લાખ ૫૦ હજારનો ફટકારાયો દંડઃ
જામનગર તા. ૧૮: જામનગરના હવાઈચોક, સેન્ટ્રલ બેંક, અકબરશા મસ્જીદ, સુભાષ માર્કેટ સહિતના સ્થળોએ વસવાટ કરતા જુદા જુદા ૧૧ આરોપીને ત્યાં ગઈકાલે પોલીસે વીજ કંપનીની ટીમને સાથે રાખી વીજ ચેકીંગ કરાવતા કુલ રૂ।.૪૪ લાખ પ૦ હજારની વીજચોરી ઝડપાઈ ગઈ છે.
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગઈકાલે પીઆઈ એન.એ. ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી જુદા જુદા ૧૧ શખ્સના ઘરમાં ચેકીંગ કરાવાયું હતું. જુદા જુદા આરોપમાં સંડોવાયેલા આ વ્યક્તિઓના રહેણાંકમાં વીજચોરી અંગે કરાયેલી કામગીરીમાં રૂ।.૪૪ લાખ ૫૦ હજારની વીજચોરી મળી આવી હતી.
હવાઈચોક પાસે તુષાર હરીશભાઈ ગણાત્રાના મકાનમાંથી રૂ।.પ લાખ ૫૦ હજારની વીજચોરી મળી આવી હતી. જ્યારે સેતાવાડમાં રીઝવાન મહંમદ કોરેજાને ત્યાંથી રૂ।.૧ લાખ ર૦ હજાર, ખોજાનાકા પાસે યાકુબ ગુલામહુસેન દરજાદાને ત્યાંથી રૂ।.સવા લાખ, મોહસીન મહેબુબ રૂમીને ત્યાંથી સવા બે લાખ, સેન્ટ્રલ બેંક પાસે કામીલરઝા હસનને ત્યાંથી રૂ।.સાડા પાંચ લાખની વીજચોરી, હનીફ આમદ સમા ઉર્ફે હનફા ચોરને ત્યાંથી રૂ।.ર લાખ ૩૦ હજારની વીજચોરી, સોહિલ હનીફ સમાને ત્યાંથી રૂ।.સાડા ચાર લાખની વીજચોરી, અસ્પાક હુસેન માડકીયાને ત્યાંથી રૂ।.૧૭ લાખની વીજચોરી, ગની ઉર્ફે નદીમમહેબુબ, સમીર ઉર્ફે મહેબુબને ત્યાંથી અઢી લાખની વીજચોરી, મહેમુદ રફાઈને ત્યાંથી પણ અઢી લાખની વીજચોરી મળી આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial