Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળીની આતશબાજી ગુંગળાવનારી બની !
અમદાવાદ તા. ૨૧: દિવાળી પર્વે ફુટતા ફટાકડાના ધુમાડામાં અમદાવાદ ગુગળાયુ હતું અને થલતેજમાં તો એકયુઆઈ ૧૦૦૦થી વધુ નોંધાયું હતું.
દિવાળીના તહેવારની ઉજવણી બાદ અમદાવાદ શહેર જાણે પ્રદૂષણની ગાઢ ચાદરમાં લપેટાઈ ગયું. સોમવારે રાત્રે સરકારી નિયમોને નેવે મૂકીને મોડી રાત સુધી ફોડવામાં આવેલા ફટાકડાના કારણે શહેરની હવા ઝેરી બની ગઈ હતી. ૨૦ ઓક્ટોબરની રાત્રે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (એએકયુઆઈ) ૩૦૦ને પાર કરી 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં પહોંચી ગયો હતો, જ્યારે થલતેજ જેવા વિસ્તારમાં તો એકયુઆઈ ૧૦૦૦થી વધુના અત્યંત જોખમી સ્તરે પહોંચતા ચિંતાનો માહોલ સર્જાયો છે.
રાજ્ય સરકારે રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની માર્ગદર્શિકા બહાર પાડી હતી, પરંતુ શહેરના મોટાભાગના વિસ્તારોમાં મોડી રાત સુધી આતશબાજી ચાલુ રહી હતી. પરિણામે, હવામાં પીએમ ૨.૫ અને પીએમ૧૦ જેવા ઝેરી રજકણોનું પ્રમાણ ભયજનક સ્તરે વધી ગયું હતું. એકયુઆઈ ડોટ ઈન વેબસાઈટ મુજબ, ચાંદખેડા, બોપલ, શીલજ, નારોલ અને સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં એકયુઆઈ ૩૫૦થી ૫૦૦ની વચ્ચે 'ગંભીર' શ્રેણીમાં નોંધાયો હતો. દિવાળીની સવાર ધુમ્મસભરી રહી અને હવામાં ગનપાઉડરની તીવ્ર ગંધ અનુભવાઈ, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જ્યારે એક સમયે નારોલ જેવા વિસ્તારમાં એકયુઆઈ ૮૫૦ થી ઉપર નોંધાયો હતો.
આ અંગે નિષ્ણાતોએ જણાવ્યું કે, *આટલું ઊંચું એકયુઆઈ લેવલ, ખાસ કરીને પીએમ ૨.૫નું વધેલું પ્રમાણ, ફેફસાં માટે અત્યંત હાનિકારક છે. તેનાથી અસ્થમાના દર્દીઓને ગંભીર હુમલા આવી શકે છે અને સામાન્ય વ્યક્તિને પણ શ્વાસનળીમાં બળતરા અને લાંબા ગાળે ફેફસાનું કેન્સર થવાનું જોખમ રહે છે.* તેમણે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વસનતંત્રની બીમારી ધરાવતા લોકોને આગામી બે-ત્રણ દિવસ ઘરની બહાર નીકળવાનું ટાળવા અને માસ્ક પહેરવાની સલાહ આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial