Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્ય પરિવારો માટે પર્યુષણ પર્વ દરમિયાન ત્રણ જમણવાર યોજવામાં આવશે. જેમાં તા. ૧૯ ને મંગળવારે પર્યુષણ પર્વ અતરવાયણાની નાત, તા. ર૪ ને રવિવારે શ્રી મહાવીર જયંતીની નાત અને તા. ૧૮ ને ગુરુવારે પારણાની નાત રાખવામાં આવી છે. ઉપરોક્ત ત્રણેય જમણવાર બપોરે ૧ર થી ર વાગ્યા દરમિયાન યોજાશે.
સ્વ. મહેતા અમૃતલાલ છગનલાલ ઘડિયાલી પરિવાર અને સ્વ. પ્રભાબેન શાંતિલાલ ઉદાણી પરિવાર તરફથી તથા સ્વ. ધનલક્ષ્મીબેન હરસુખલાલ મનસુખલાલ વાઘજીયાણીના પરિવાર સ્મરણાર્થે (હૃ. દેવેન્દ્ર હરસુખલાલ વાઘજીયાણી અ.સૌ. મલિકા દેવેન્દ્ર વાજીયાણી) છ ઉપવાસ તથા તેથી વધારે તપશ્ચર્યા કરનાર તપસ્વીઓનું બહુમાન કરવામાં આવશે. આથી ઉપવાસીએ (તસ્વીઓ) એ નામ વાડીની ઓફિસે નોંધાવાના રહેશે. વધુ વિગત માટે પ્રમુખ અશ્વિનભાઈ વાઘજીયાણી મો. ૯૪ર૬ર પ૭૦૦૮ અથવા વિરેન્દ્રભાઈ વસા, મો. ૯૪ર૭ર ૪પ૪પ૮ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial