Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ભાજપ તથા તેના મંડલો દ્વારા
ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજિયા તથા દ્વારકા જિલ્લાના ત્રણેય મંડલોના હોદ્દેદારો દ્વારા ભવ્ય રીતે કારગીલ વિજય દિવસની ઉજવણી કરીને ઢગલાબંધ કાર્યક્રમો યોજાયા હતાં, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો, લોકો ઉમટ્યા હતાં.
દ્વારકા જિલ્લામાં વિવિધ ગામોમાં શહીદ સ્મારકોની સાફસફાઈ, વીરયોદ્ધાઓની પ્રતિમાને ફૂલહાર, વીર શહીદોની પ્રતિમાને ફૂલહાર, વીર શહીદોના પરિવારોનું સન્માન, વોર મેમોરિયલ સ્મારકોના પુષ્પાંજલિ સન્માન, શાળાઓમાં અગ્રણીઓ દ્વારા કારગીલ વિજય દિવસ સંદર્ભમાં પ્રાસંગિક વક્તવ્યો, નિવૃત્ત સૈનિકોનું સન્માન વગેરે કાર્યક્રમો થયા હતાં.
મોટી સંખ્યામાં તમામ ગામોના કાર્યક્રમોમાં લોકો પણ જોડાયા હતાં તથા અગ્રણીઓ દ્વારા કારગીલ દિનની યાદમાં પ્રાસંગિક વક્તવ્યો તથા વીર શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial