Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાલુકા, જિલ્લા, મહાનગર કક્ષાએ અલગ-અલગ વિવિધાસભર કાર્યક્રમોઃ
જામનગર તા. ૧: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષે જામનગર સહિત હાલારમાં વિજ્યદશમી ઉત્સવ ઉજવશે, જેનું તા. ર-૧૦-ર૦રપ થી પ-૧૦-ર૦રપ ઓક્ટોબર હાલારના તાલુકા, જિલ્લા, મહાનગર સ્તરે જુદા જુદા ભવ્ય કાર્યક્રમો યોજાશે, જેમાં સંઘ તરફથી 'સંઘ દર્શન' કરવા દેશપ્રેમી જનતાને શારીરિક, બૌદ્ધિક, સંચલન, શસ્ત્ર પૂજન, ધોષ (બેન્ડાવાજા) નિહાળવા પધારવા રાષ્ટ્રપ્રેમી લોકોને અનુરોધ કરાયો છે.
આ શતાબ્દી વરસમાં સમાજની સજ્જન શક્તિને સાથે રાખી આ પર્વ ઉજવવામાં આવશે. વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૧૦૦ વર્ષ, શતાબ્દી વર્ષ પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે પૂરા ભારતમાં ઉજવાય રહ્યું છે, ત્યારે 'રાષ્ટ્રાય સ્વાહા ઈદમ નમઃ'ના મંત્ર સાથે વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના હેતુથી 'મેં નહિં તું'ના સૂત્ર હેઠળ આ ઉજવણી થશે.
તદ્નુસાર સૌરાષ્ટ્ર પ્રાંત તેમજ હાલારના દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં તાલુકા, જિલ્લા મહાનગર, નગર ઉપર નગરના સ્તરે જુદા જુદા ભવ્ય કાર્યક્રમો યોજાશે.
તે મુજબ વિજ્યાદશમી ઉત્સવ અંતર્ગત જાહેર શારીરિક કાર્યક્રમો જેવા કે દંડયોગ, આસન, સમતા, વ્યાવ્યામયોગ, વિવિધ સ્વદેશી રમતોનું જાહેર પ્રાત્યક્ષીત, ગીત, અમૃતવચન, બૌદ્ધિક ભવ્ય કાર્યક્રમો ધોષ (બેન્ડવાજા) ભવ્ય આકર્ષણ, પૂર્ણ શહેરમાં સ્વયંસેવકોનું પથ સંચલન, શસ્ત્ર પૂજા વિગેરે જુદા જુદા કાર્યક્રમો દ્વારા શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમો યોજાનાર છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-જામનગર દ્વારા ઉપનગર સહ-વિજ્યાદશમી ઉત્સવની યાદી જાહેર કરાઈ છે, તદનુસાર ગાયત્રી ઉપનગરમાં તા. ર-૧૦-રરપ, ગુરુવારે સમય પ થી ૭દરમિયાન.
સરલાબેન ત્રિવેદી ભવનની સામેના મેદાનમાં સરદાર પટેલ ઉપનગર તા. ર-૧૦-ર૦રપ ગુરૂવારે સમય પ થી ૭.
વી.એમ. મહેતા કોલેજ પાસે, અન્નપૂર્ણા ઉપનગરમાં તા. ર-૧૦-ર૦રપ, ગુરુવારે સમય પ થી ૭. લાલવાડી પટેલ સમાજ પાસે આ કાર્યક્રમો યોજાશે.
સિદ્ધનાથ ઉપનગરમાં તા. ૪-૧૦-ર૦રપ, શનિવારે સમય ૬ થી ૭-૩૦ પ્રાથમિક શાળા મેદાન, સરદારની પ્રતિમા પાસે, વિભાપર પાસે અને શ્રી રામ ઉપનગરમાં તા. પ-૧૦-ર૦રપ, રવિવારે ૪ થી ૬-૩૦. બેડીબંદર રોડ, જામનગર દ્વારકાધીશ ટાઉનશીપ, રવિપાર્ક સામે, રામેશ્વર ઉપનગર તા. પ-૧૦-ર૦રપ, રવિવારે પ થી ૭ કષ્ટભંજન હનુમાનજી મંદિર, ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે, કૃષ્ણ ઉપનગરમાં તા. પ-૧૦-ર૦રપ, રવિવારે પ થી ૭ આણદાબાવા આશ્રમ, લીમડાલેનમાં, સાવરકર ઉપનગરમાં તા. પ-૧૦-ર૦રપ, રવિવારે ૪-૩૦ થી ૬-૩૦ જામનગર ધન અપૂર્વ ટાઉનશીપ, વાલ્મીકી સમાજની સામે, સંકુલ ઉપનગરમાં, તા. પ-૧૦-ર૦રપ, રવિવારે ૪-૩૦ થી ૬-૩૦, જામનગર સોનલમાનું મદિર, શાળા નં. ૧૯ ની સામે, રણજીત ઉપનગરમાં, તા. પ-૧૦-ર૦રપ, રવિવારે ૪-૩૦ થી ૬-૩૦ પ્રણામી મેદાન, જામનગર રણજીતનગર પટેલ સમાજ સામે વ્રજ ઉપનગરમાં. તા. પ-૧૦-ર૦રપ, શુક્રવારે ૪ થી ૬ કાલીંદિ ઈન્ટરનેશનલ સ્કૂલ, પટેલ પાર્ક, જામનગરમાં કાર્યક્રમો યોજાશે.
જામનગર ગ્રામ્ય વિસ્તાર તા. ર-૧૦-ર૦રપ ના જોડિયા અને કાલાવડ, તા. પ-૧૦-ર૦રપ ના ધ્રોળ, નિકાવા, ઠેબા, લાલપુર અને મોટી ખાવડીમાં આ કાર્યક્રમો યોજાશે.
દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં તા. ર-૧૦-ર૦રપ ના જામખંભાળિયા તાલુકા, આહિર સમાજની વાડી, જડેશવર રોડ, સમય સાંજે ૪ વાગ્યે, તા. ૪-૧૦-ર૦રપ ના દ્વારકા સાંજે ૪ વાગે, તા. પ-૧૦-ર૦રપ ના બેટદ્વારકા સ્વામિનારાયણ મંદિર મેદાન સમય સાંજે ૪ કલાકે અને જામકલ્યાણપુર તાલુકામાં આહિર સમાજની વાડીઘ ભોગાત ગામમાં સમય સાંજે ૪ કલાકે આ કાર્યક્રમો યોજાશે.
ઉપરોક્ત કાર્યક્રમોમાં રાષ્ટ્રપ્રેમી લોકોએ પરિવાર મિત્ર વર્તુળ સહિત ઉપસ્થિત રહી આ રાષ્ટ્ર પ્રેમના યજ્ઞમાં ઉપસ્થિત રૂપી આહૂતિ આપવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે પ્રો. વિમલભાઈ પરમાર, (મો. ૯૮૯૮૬ ૯૧૬૯૧) અને જગતભાઈ રાવલ (મો. ૯૪ર૬ર ૦૮૭૮૯ નો સંપર્ક કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial