Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ, વર્તમાન હોદ્દેદારો દ્વારા સેન્સ લેવાઈ
જામનગર તા. ૧૮: આગામી ટૂંક સમયમાં યોજાનાર જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભમાં પ્રદેશ કોંગ્રેસના દિશાનિર્દેશ મુજબ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરના તમામ ૧૬ વોર્ડના દાવેદારોને રૂબરૂ સાંભળવા સાથે પસંદગી પ્રક્રિયા કરવામાં આવી હતી.
જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદેશમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય અને પ્રભારી લલિતભાઈ વસોયા તથા અગ્રણી રહીમભાઈ સોરા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની સમક્ષ સવારે ૧ થી ૮ વોર્ડ અને બપોર પછી વોર્ડ નં. ૯ થી ૧૬ ના દાવેદારોને તેમના દાવા સાથે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરવાની રજૂઆત કરી હતી, જેમાં ૧૬ વોર્ડ માટે ૧૮૭ દાવેદારોએ રજૂઆત કરી હતી.
આ પ્રક્રિયાનો સમગ્ર અહેવાલ અને દાવેદારોના બાયો-ડેટા સહિતની વિગતો પ્રદેશ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પ્રદેશ નેતાગીરી દ્વારા ઉમેદવારોની વોર્ડવાઈઝ આખરી પસંદગી કરશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial