Advertisement
Author: નોબત સમાચાર

શિક્ષકની નિમણૂક નહીં કરાય તો આગામી શૈક્ષણિક વર્ષથી સ્કૂલ બંધ કરવાની ચિમકી

જામનગરની શિશુવિહાર હિન્દી શાળામાં એક દશકથી માત્ર એક શિક્ષકઃ ૮ જગ્યા ખાલી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯ : જામનગર ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી શિશુવિહાર હિન્દી સ્કૂલ જે ૧૯૫૯ની સાલથી કાર્યરત છે જેમાં નવ શિક્ષકનું મહેકમ છે, પરંતુ ેછેલ્લા દસ વર્ષથી માત્ર એક શિક્ષક દ્વારા શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે, અને આગામી જૂન-૨૦૨૬ સુધીમાં નવા શિક્ષકની નિમણૂક કરવામાં નહીં આવે, તો આ એક માત્ર હિન્દી સ્કૂલ પણ બંધ કરવામાં આવશે તેમ રજૂઆતમાં જણાવાયું છે. જામનગર શહેરમાં રાજ્ય બહારના હજારો પરિવારો વસવાટ કરે છે. શહેરમાં હિન્દી ભાષામાં શિક્ષણ આપતી સરકારી પ્રાથમિક શાળા માત્ર એક છે, અને આ શાળા પણ ગમે ત્યારે બંધ થઈ જશે, કારણ કે શાળામાં શિક્ષકો નથી. શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં શિશુવિહાર હિન્દી પ્રાથમિક સ્કૂલ આવેલ છે. સરકારના નિયમ અનુસાર આ સ્કૂલ ભાષાકીય લઘુમતી શ્રેણીમાં નોંધાયેલી ગ્રાન્ટેડ સરકારી પ્રાથમિક શાળા છે, જેમાં બાલવાટિકાથી માંડીને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય. આ શાળામાં હિન્દી ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે, અને આ શાળામાં હાલ ૪૩૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

આ શાળાના સંચાલક હિન્દી સમાજે ગાંધીનગર શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવાયુ છે કે, આ શાળામાં સરકારના મહેકમ મુજબ ૯ શિક્ષકો હોવા જોઈએ, પરંતુ અત્યાર સુધીમાં અન્ય શિક્ષકો નિવૃત્ત થઈ ગયા હોય, ૨૦૧૫ની સાલથી એટલે કે પાછલા ૧૦ વર્ષથી આ સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક છે. એટલે કે ૮ શિક્ષકોની જગ્યાઓ દસ વર્ષથી ખાલી છે. સંચાલકો કહે છે કે આ મામલે સરકારમાં વખતોવખત રજૂઆતો છતાં સરકાર દ્વારા આ સ્કૂલને શિક્ષકો કે વિદ્યાસહાયકો આપવામાં આવ્યા નથી, આથી, આ શાળાને આજદિન સુધી કરાર આધારિત જ્ઞાન સહાયકો પણ આપવામાં આવ્યા નથી, આથી જૂન ૨૦૨૬ સુધીમાં આ શાળાને શિક્ષકો આપવામાં નહીં આવે તો આગામી જૂન ૨૦૨૬થી આ સ્કૂલને બંધ કરવાની ફરજ પડશે તેમ પણ સંચાલકોએ સરકારને લખેલા પત્રમાં જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh