Advertisement
Author: નોબત સમાચાર

સિક્કા પાટીયા પાસે પાર્કિંગમાંથી ચોરાઈ ગયું કર્મચારીનું મોટરસાયકલઃ ફરિયાદ કરાઈ

કલ્યાણપુરના પીંડારામાંથી બાઈકની ઉઠાંતરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના મોટી ખાવડી ગામના એક આસામીએ પોતાની પેઢીની માલિકીનું બાઈક પેઢીની ઓફિસના પાર્કિંગમાં સિક્કા પાટીયા પાસે મૂક્યા પછી તેની ઉઠાંતરી થઈ છે. જ્યારે કલ્યાણપુરના પીંડારામાંથી એક આસામીનું બાઈક ઉપડી ગયું છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામમાં સમાજ વાડી પાછળ રહેતા હરપાલસિંહ રણજીતસિંહ જાડેજા નામના આસામીએ પોતાની ઈલેકટ્રોમેન્ટ નામની કંપનીની માલિકીની જીજે-૧૦-સીએ ૫૨૭૩ નંબરનું હીરો મોટરસાયકલ બુધવારની સાંજે સિક્કા પાટીયા નજીક આવેલી એક હોટલ નજીક ઓફિસના પાર્કિંગમાં મૂકયું હતું.

ત્યાંથી રૂ।.૨૫ હજારનું આ વાહન ગુરૂવારની સવાર સુધીમાં ચોરાઈ ગયું છે. મેઘપર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામના પંકજપરી કનકપરી ગોસાઈ નામના યુવાન ગઈ તા.૪ની સવારે કલ્યાણપુરના પીંડારામાં ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમમાં આવ્યા હતા. જ્યાં તેઓએ જીજે-૩૭-કે ૯૫૪૪ નંબરનું બાઈક મૂક્યું હતું. ત્યાંથી સાંજ સુધીમાં બાઈકની ઉઠાંતરી થઈ ગઈ છે. કલ્યાણપુર પોલીસ મથકમાં પંકજપરીએ ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh