Advertisement
Author: નોબત સમાચાર

વાહન ચાલકો માટે ખુશખબર: દેશમાં સ્વાતંત્ર્ય દિનથી ફાસ્ટેગમાં નવી સુવિધા શરૂ થશે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૩: શુક્રવારથી ફાસ્ટ ટેગ બમ્પર ઓફર હેઠળ વાર્ષિક પાસ શરૂ થશે. જેથી વાહન ચાલકોની મુસાફરી વધુ સુવિધાજનક બનશેઃ ગ્રાહકો એક વખતની ૩,૦૦૦ રૂપિયાની ચુકવણી સાથે એક વર્ષ સુધી અથવા ૨૦૦ ટોલ ક્રોસિંગ સુધી મુસાફરી કરી શકશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએ આઈ)  દ્વારા ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસથી ફાસ્ટ ટેગ એન્યુઅલ પાસ શરૂ કરવામાં આવી રહૃાો છે, જે હાઈવે પર મુસાફરીને વધુ સરળ અને સસ્તી બનાવશે. આ નવો પાસ ખાસ કરીને નિયમિત મુસાફરી કરનારા ખાનગી વાહન ચાલકો માટે બનાવવામાં આવ્યો છે.

આ પાસ હેઠળ, ગ્રાહકો એક વખતની ૩,૦૦૦ રૂપિયાની ચુકવણી સાથે એક વર્ષ સુધી અથવા ૨૦૦ ટોલ ક્રોસિગ સુધી મુસાફરી કરી શકશે. આ નિર્ણયથી ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય ઘટાડવા અને મુસાફરીને વધુ અનુકૂળ બનાવવાનો પ્રયાસ છે.

એનએચએઆઈએ આ વર્ષે જૂનમાં ફાસ્ટ ટેગ એન્યુઅલ પાસની જાહેરાત કરી હતી, જે ખાનગી કાર, જીપ અને વેન જેવા બિન-વ્યાપારી વાહનો માટે પ્રીપેડ ટોલ પ્લાન છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આ પાસ ૬૦ કિલોમીટરની રેન્જમાં આવેલા ટોલ પ્લાઝાની સમસ્યાઓનું સમાધાન કરશે અને એક જ ચુકવણી દ્વારા ટોલ ચૂકવણીને સરળ બનાવશે.

આ પાસને ફાસ્ટ ટેગ સાથે લિક કરી શકાય છે, જે વાહનના નોંધણી નંબર સાથે જોડાયેલ હોવો જોઈએ. આ યોજના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે જેમ કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, મુંબઈ-નાસિક, મુંબઈ-સુરત અને મુંબઈ-રત્નાગિરી માર્ગો પર લાગુ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh