Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના ધરમપુર ગામના ખેતરમાં ચાલતા ઈંગ્લીશ દારૂના કટીંગમાં એલસીબી ત્રાટકીઃ રૂ.૧ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ

ઝડપાયેલા બે શખ્સે અન્ય ૧૨ સાગરિતના નામ ઓકી નાખ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: ધ્રોલના ધરમપુર ગામમાં આવેલા એક ખેતરમાં કેટલાક શખ્સો ઈંગ્લીશ દારૂનો ગંજાવર જથ્થો લાવીને તેને છૂટો પાડતા (કટીંગ કરતા) હોવાની બાતમી પરથી ત્રાટકેલી એલસીબીએ સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની ૪૬૬૮ બોટલ તથા બીયરના ૨૭૬૦ ટીન જેમાં હતા તે ૫૦૪ પેટી કબજે કરી છે. સ્થળ પરથી સાત વાહન, દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.૧ કરોડ ૨૮ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે. વાહનોના ચાલકો તેમજ દારૂ મંગાવનાર જામનગરના શખ્સો, દારૂ મોકલનાર શખ્સો મળી કુલ ૧૨ના નામ એલસીબીએ ઓકાવ્યા છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીકના ધરમપુર ગામની સીમમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવવામાં આવ્યા પછી તેનું કટીંગ કરાઈ રહ્યું હોવાની બાતમી સ્થાનિક ગુન્હાશોધક શાખાના દિલીપભાઈ તલાવડીયા, કાસમભાઈ બ્લોચ, યુવરાજસિંહ, મયુરસિંહ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા પી.એન. મોરીને સાથે રાખી એલસીબી સ્ટાફે ધ્રોલ તાલુકાના ધરમપુર ગામમાં આવેલા અજય ધીરૂભાઈ રાઠોડ નામના શખ્સના ખેતરમાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે સાત વાહન જેમાં જીજે-૧૦-ટીવી ૨૦૧૦ નંબરની બોલેરો પીકઅપ વાન, જીજે-૧૦-ટીવી ૧૩૧૪ નંબરની બોલેરો મેક્સ, જીજે-૧૦-ટીવી ૨૯૫૪ નંબરનો ટ્રક, એનએલ-૧-કે ૯૦૦પ નંબરનો બીજો ટ્રક મળી આવ્યા હતા અને સ્થળ પર જામનગરના ગુલાબનગર પાસે દયાનંદ સોસાયટીમાં રહેતા ચેતન હરજીભાઈ પરમાર તથા ધુંવાવ નાકા નજીક કોળીવાસમાં રહેતો સંજય કારાભાઈ આસુંદ્રા નામના બે શખ્સ પણ મળી આવ્યા હતા.

આ શખ્સો ઈંગ્લીશ દારૂનું કટીંગ કરી રહ્યા હતા. એલસીબીએ ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૪૬૬૮ બોટલ તેમજ બીયરના ર૭૬૦ ટીન કબજે કર્યા છે. તે ઉપરાંત રૂ.૬૦ લાખની કિંમતના કુલ સાત વાહન, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.૧ કરોડ ર૮ લાખ ૯૧ હજારનો મુદ્દામાલ ઝબ્બે લીધો છે.

ઝડપાઈ ગયેલા ચેતન તથા સંજયની પૂછપરછ હાથ ધરાતા આ શખ્સોએ પોતાના બાર સાગરિતના નામ આપ્યા છે. જેમાં ખેતર માલિક અજય ધીરૂભાઈ રાઠોડ, ઉપરોક્ત જથ્થો મંગાવનાર જામનગરના ભોઈવાડા પાસેના કોળીવાસમાં રહેતા આકાશ કોળી, મોહસીન, મહંમદ ઈકબાલ ઉર્ફે ટકી તેમજ દારૂનો જથ્થો લેનાર કોળીવાસવાળા પુષ્પા તથા લાલવાડીમાં રહેતા સન્ની કોળીના નામ આપવા ઉપરાંત આ શખ્સોએ જીજે-૬-ઈએચ ૮૨૦૫ નંબરની વોક્સ વેગન કંપનીની વેન્ટો મોટરના ચાલક બંટી મુસ્લિમ, દારૂનો જથ્થો લેનાર જામનગરના લાખા કોળી, ૯૦૫ નંબરના ટ્રકચાલક, બે બોલેરોના ચાલક તથા ૨૯૫૪ નંબરના ટ્રકના ચાલક સહિત બારના નામ આપ્યા છે. એલસીબીએ તમામ ૧૪ સામે ધ્રોલ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે અને ૧૨ આરોપીઓની શોધ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh