Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.પી. ડો. રવિ મોહન સૈનીના અધ્યક્ષસ્થાને
ધ્રોલ તા. ૨: તાજેતરમાં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન (નિરીક્ષણ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જામનગર ગ્રામ્ય ડીવાયએસપી મીત રૂ:દલાલ અને ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહૃાા હતા.
કાર્યક્રમની શરૂ:આતમાં એસ.પી. ડો. રવિ મોહન સૈની દ્વારા પોલીસ જવાનોની વાર્ષિક પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને શિસ્તબદ્ધ બદલ જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે પોલીસ કર્મીઓના શારીરિક સ્વાસ્થ્ય અને રમતગમત પ્રત્યેની રુચિ વધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ સ્ટેશન પરિસરમાં તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત વોલીબોલ ગ્રાઉન્ડનું એસ.પી. રવિ મોહન સૈનીના હસ્તે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ યોજાયેલા લોકદરબારમાં એસ.પી. ડો. રવિ મોહન સૈનીએ ગ્રામીણ સુરક્ષા અંગે જણાવ્યું હતું કે, ગામડાઓમાં ખેતી કે મજૂરી અર્થે આવતા બીજા રાજ્યોના પરપ્રાંતીય શ્રમિકોની વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં નામ અને સરનામા સહિત ફરજિયાત નોંધાવવી જોઈએ. આ પ્રક્રિયામાં ગ્રામ પંચાયતના સરપંચોને સક્રિય રીતે જોડાવા આહવાન કર્યું હતું, જેથી બહારથી આવતા ગુનેગારોની ઓળખ કરી શકાય. વધુમાં, તેમણે સુરક્ષાના ભાગરૂ:પે દરેક ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે વિશેષ સૂચન કર્યું હતું.
આ લોકદરબારમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા ધ્રોલ તાલુકાની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે કચ્છ, આમરણ અને કંડલા હાઇવેના ભારે વાહનો જાંબુડાથી ભાદરા રોડ પર ડાયવર્ટ કરાતા સર્જાતી ટ્રાફિક સમસ્યા અને રસ્તાના મેન્ટેનન્સ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ધ્રોલ તાલુકાના સૌથી મોટી વસ્તી ધરાવતા લતીપર ગામમાં કાયમી પોલીસ પોઈન્ટ મૂકવા, ધ્રોલ નગર પાલિકા વિસ્તારના સીસીટીવી કેમેરા તાત્કાલિક કાર્યરત કરવા તેમજ અકસ્માત નિવારવા માટે ધ્રોલ ત્રિકોણ, આહિર છાત્રાલય, માર્કેટિંગ યાર્ડ, અનિ હોટલ, ખારવા ચોકડી અને વાકિયા ગામના પાટીયા જેવા પોઈન્ટ્સ પર રબર સ્ટેમ્પ અને સ્પીડ બ્રેકર મૂકવાની નો સુઝાવ કરવામાં આવી હતી.
જામનગર એસ.પી. ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી મીત રૂ:દલાલ અને પી.આઈ. એચ.વી. રાઠોડે તમામ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આ પ્રશ્નોના વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. આ તકે સ્થાનિક અગ્રણીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ગ્રામજનો હાજર રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial