Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગાંધીનગરના છેવાડે આવેલ વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ બંધ કરવા માંગણી ઉઠી

ત્રસ્ત નગરજનોની બેઠકમાં પ્રગટ્યો જનાક્રોશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગર મહાનગરપાલિકાના વિસ્તારના વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટની દુર્ગંધથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, આથી ગઈકાલે સ્થાનિકો એકત્ર થયા હતાં અને આ પ્લાન્ટ બંધ કરવા માંગ કરી હતી.

ગાંધીનગર સ્થિત વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટમાંથી નીકળતી અસહ્ય દુર્ગંધથી સ્થાનિક રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને લાંબા સમયથી વિવિધ પ્રકારના આંદોલન ચલાવી રહ્યાં છે.

ગઈકાલે પણ નંદન પાર્ક, મેહુલ પાર્ક, રાંદલનગર, પુનિતનગર, માટેલ ચોક, નવાગામ, ગાંધીનગર, મચ્છરનગર, મોમાઈનગર, ક્રિષ્ના પાર્ક સહિતના વિસ્તારના લોકો એકત્ર થયા હતાં. આ બઠકમાં તમામે એક અવાજે આ પ્લાન્ટ બંધ કરવામાં આવે તેવી માંગણી કરી છે. ગત્ સાંજે પાંચ વાગ્યે સુખનાથ મહાદેવ મંદિર, મેહુલ પાર્કમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh