Advertisement
Author: નોબત સમાચાર

કોમર્શિયલ એલપીજીના સિલિન્ડર પર ૧૯૫.૫૦ રૂપિયાનો તોતિંગ વધારો

આંતરરાષ્ટ્રીય બેન્ચ માર્કના આધારે ભારતની ઓઈલ કંપનીઓ દ્વારા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧: વૈશ્વિક યુદ્ધગ્રસ્ત સ્થિતિની અસર હેઠળ કોમર્શિયલ એલપીજીના ભાવમાં ૧૯૫.૫ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે.

વૈશ્વિક ઉર્જા સંકટ અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ૫૦% જેટલો ઉછાળો આવ્યો છે. તેની સીધી અસર હેઠળ ભારતમાં સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.

ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને એક્સચેન્જ રેટના આધારે આ નવા ભાવો લાગુ કર્યા છે.

સરકારી તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં હવે ૧૯ કેજી વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ૧૯૫.૫ રૂપિયા વધીને ૨,૦૭૮.૫૦ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ૧ માર્ચના રોજ આ સિલિન્ડરમાં ૧૧૪.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

જો કે, સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે ઘરેલું કુકિંગ ગેસ (એલપીજી) ના ભાવમાં અત્યારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ૧૪.૨ કેજીના ઘરેલું સિલિન્ડરની કિંમત ૯૧૩ રૂપિયા યથાવત છે. છેલ્લે ૭ માર્ચના ઘરેલું સિલિન્ડરમાં ૬૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સપ્લાય પર ૨૦% કેપ (મર્યાદા) પણ લાદવામાં આવી છે.

ગેસના ભાવમાં વધારા વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલ સ્થિર જોવા મળી રહૃાા છે. ગયા વર્ષે માર્ચમાં પ્રતિ લિટર ૨ રૂપિયાના ઘટાડા બાદ કિંમતોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. અત્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૪.૭૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૮૭.૬૨ રૂપિયા પ્રતિ લિટર છે.

પશ્ચિમ એશિયામાં તણાવને કારણે હોર્મુઝની ખાડી ઓળંગીને ભારત પહોંચેલા એલપીજી ટેન્કરોથી હાલ પુરવઠો જાળવી રાખવાનો પ્રયાસ થઈ રહૃાો છે, પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી સમયમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh