Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આંગણે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની કારોબારીની પ્રથમ બેઠક મળી

ગુજરાતના ગામે-ગામ સુધી જ્ઞાતિ સંગઠન સક્રિય કરી વસ્તી ગણતરી કાર્ય પૂર્ણ કરવા સંકલ્પબદ્ધ બનીએઃ પ્રમુખ જીતુભાઈ લાલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ગુજરાતભરના રઘુવંશીઓને એક છત્ર હેઠળ લાવી રાજ્યભરમાં જ્ઞાતિ સંગઠન સક્રિય કરવા માટે જામનગરના યુવા ઉધોગપતિ શ્રી જીતુભાઈ લાલના અધ્યક્ષ સ્થાને રચાયેલા ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની પ્રથમ કારોબારીની બેઠક તાજેતરમાં જામનગર લોહાણા મહાજનના યજમાનપદે શહેરના એરપોર્ટ રોડ નજીક હોટેલ ''રજવાડું ધી વિલેજ''ના વિશાળ હોલમાં મળી હતી, આ બેઠકમાં સંસ્થાના માર્ગદર્શક સલાહકાર વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી ભરતભાઈ સુખપરિયા વિશેષ ઉપસ્થિત રહૃાા હતાં. જ્યારે એવા જ માર્ગદર્શક અને સર્વોચ્ય અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી સી.જે. ઠકકર અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત નહીં રહી શકતા તેઓએ શુભેચ્છા સંદેશ પાઠવી જ્ઞાતિ હિતના કાર્યો માટે આ બેઠકની સફળતા ઈચ્છી હતી.

આ બેઠકના પ્રારંભે વિરપુરમાં છેલ્લે મળેલી અખિલ ગુજરાત લોહાણા સમાજ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટની બેઠક તેમજ રાજયકક્ષાના જ્ઞાતિ સંમેલનમાં થયેલી કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી.

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના મંત્રી રમેશભાઈ દતાણીના સ્વાગત પ્રવચન પછી બેઠકની કાર્યવાહીનો પ્રારંભ કરાવતાં સંસ્થાના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલે રાજયભરના મજબુત જ્ઞાતિ સંગઠન માટે કાનૂની ગૂંચ નિવારવા માટે કરાયેલી કાર્યવાહીનો ચિતાર આપી રાજયભરના તમામ વિભાગોમાંથી ઉપસ્થિત સંસ્થાના હોદ્દેદારોને આવકારતાં કહયું હતું કે, ગુજરાતના તમામ શહેર અને ગામ સુધી આપણી જ્ઞાતિના સંગઠનનું માળખું ત્વરિત તૈયાર કરીને ઉપસ્થિત સૌ જ્ઞાતિ અગ્રણીઓએ જ્ઞાતિની વસ્તી ગણતરી માટે ડિઝીટલ વ્યવસ્થા મુજબ ચાર મહિનામાં આ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન કરે તેવી આશા વ્યકત કરી હતી.

આ ઉપરાંત અન્ય મુદાઓ પરની ચર્ચામાં સૌ એકસૂરે એવા નિષ્કર્ષ પર આવ્યા હતાં કે, અમદાવાદમાં લોહાણા જ્ઞાતિની દિકરીઓ માટે હોસ્ટેલ શરૂ કરવા માટે તેમજ રાજય-કેન્દ્ર સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે લોહાણા જ્ઞાતિના યુવાઓને તાલીમ અને માર્ગદર્શન મળી રહે તે માટે ગાંધીનગરમાં અથવા અન્ય અનુકૂળ સ્થળ પર આ માટેનું કેન્દ્ર શરૂ કરવા પણ સૌ સહમત થયા હતાં.

આ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહેલા સંસ્થાના માર્ગદર્શક અને જામનગરના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી ભરતભાઈ સુખપરિયાએ જ્ઞાતિ સંગઠનની આવશ્યકતા દર્શાવતાં કહયું હતું કે શિક્ષણ ક્ષેત્રે શક્ય તેટલું વધુ કામ સમાજના દીકરા-દીકરીઓ માટે કરી શકીશું, સમાજની એકતા-સંગઠન એટલું જ વધુ મજબુત બનાવી શકીશું.

આ બેઠકના અંત ભાગમાં ઉપસ્થિત સૌ સભ્યોએ પોતાના વિસ્તારોમાં જ્ઞાતિ સંગઠનનું માળખું રચીને ડિઝીટલ વસ્તી ગણતરી નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો સાથે જ સંગઠન સમાજના વિકાસ માટે સતત કાર્યરત રહે તેમાં સહયોગ આપવાની સહમતી આપી હતી. બેઠકનું સંચાલન હાલાર લોહાણા સમાજના સંગઠન મંત્રી ગિરીશભાઈ ગણાત્રાએ કર્યું હતું.

આ બેઠકમાં સમગ્ર હાલાર તથા ગુજરાતથી ગુજરાત રઘુવંશી સમાજના હોદ્ેદારો તથા જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતાં.

આ બેઠકમાં યજમાન તરીકે જવાબદારી સંભાળના જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારોનું સંસ્થાના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલ તેમજ માર્ગદર્શક શ્રી ભરતભાઈ સુખપરિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થાની કારોબારી સમિતિની આ પ્રથમ બેઠકમાં ઉપસ્થિત રહેલા સંસ્થાના હોદ્દેદારો-સભ્યોનું પણ સ્મૃતિ ચિહ્ન આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. બેઠકના અંતે સંસ્થાના માનદ્મંત્રી રમેશભાઈ દતાણીએ આભાર દર્શન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh