Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ વૃદ્ધે શેરડીનો રસ પીવડાવી બે શખ્સે લૂંટી લીધા

કાનમાંથી ઠોરીયા તથા રૂ।.૩પ હજાર રોકડા તફડાવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામજોધપુરના તરસાઈ ગામના એક વૃદ્ધ તથા તેમના મિત્ર પદયાત્રા કરીને દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે આવ્યા તે પછી ગયા રવિવારે સવારે બે અજાણ્યા શખ્સે અવાવરૂ જગ્યામાં લઈ જઈ શેરડીનો રસ પીવડાવી બેભાન બનાવ્યા પછી આ વૃદ્ધોના સોનાના ઠોરીયા તથા રૂ।.૩પ હજાર લૂંટી લઈ પોબારા ભણ્યા છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા રૂડાભાઈ હાજાભાઈ મુંધવા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ તથા તેમના મિત્ર હોળી-ધૂળેટી નિમિત્તે દ્વારકામાં યોજાતા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પદયાત્રા કરીને તરસાઈથી દ્વારકા પહોંચ્યા પછી ગયા રવિવારે સવારે દસેક વાગ્યે લોર્ડ હોટલ નજીક દરિયાકાંઠે બેઠા હતા.

આ વેળાએ પચ્ચીસથી ત્રીસ વર્ષની વયના લાગતા બે અજાણ્યા યુવાન ત્યાં આવ્યા હતા. તેઓએ આગળ દીવાદાંડી પાસે નવું મંદિર છે ત્યાં દર્શન કરવા અમારી સાથે આવો તેમ કહી રૂડાભાઈ તથા તેના મિત્રને સાથે લીધા હતા. તે પછી દીવાદાંડી નજીક આરસીસી રોડ પાસે લઈ જઈ શેરડીનો રસ પીવાનો આગ્રહ કર્યાે હતો.

આગ્રહના કારણે રૂડાભાઈ તથા તેમના મિત્રએ આ શખ્સો દ્વારા આપવામાં આવેલો શેરડીનો રસ પીતા જ તેઓ બેભાન બની ગયા હતા. તે પછી રૂડાભાઈ તથા તેમના મિત્રના કાનમાં પહેરેલા સોનાના ઠોરીયા અને રૂડાભાઈના મિત્ર પાસે રહેલા રૂ।.૩૫ હજાર રોકડા લંૂટી લઈ બંને અજાણ્યા શખ્સ પોબારા ભણી ગયા હતા. થોડીવાર પછી ભાનમાં આવેલા આ વ્યક્તિઓએ ઠોરીયા ગુમ થયાનું જાણી આ શખ્સોના સગડ દબાવ્યા હતા પરંતુ ભાળ મળી ન હતી. તેથી ગઈકાલે રૂડાભાઈએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આવી રીતે શેરડીના રસમાં નશાકારક પદાર્થ ભેળવી, તે રસ પીવડાવી દઈ બે વ્યક્તિના સોનાના ઠોરીયા તથા રૂ।.૩૫ હજાર મળી કુલ રૂ।.૧ લાખ ૯પ હજારની લૂંટ ચલાવનાર શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh