Advertisement
Author: નોબત સમાચાર

અલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિમિટેડ ભારતની સૌથી મોટી એલએનજી ઓટોફ્યુઅલ રિટેલર બની

                                                                                                                                                                                                      

એસ્સારનું સાહસ, અલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિમિટેડ (ેંય્ઈન્), ભારતની સૌથી મોટી ખાનગી ઓપરેટર અને મુખ્ય ફ્રેઈટ કોરિડોર્સ ખાતે છ કાર્યરત સ્ટેશન્સ સાથે સૌથી વધુ એલએનજી વિતરણ કરનાર રિફ્યુઅલિંગ આઉટલેટ્સ તરીકે ઉભરી આવી છે. આ ઇર્ંજ ભીલવાડા (રાજસ્થાન), આણંદ (ગુજરાત), ચાકણ-પૂણે (મહારાષ્ટ્ર), જાલના (મહારાષ્ટ્ર), તોરણાગલ્લુ (કર્ણાટક), અને વલ્લમ (તમિલનાડુ) જેવા મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ હબમાં સ્વચ્છ ઇંધણની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે.

આધુનિક યુગની ક્લીન-ટેક કંપની હોવાના નાતે, યુજીઈએલ ભારતના સૌથી મોટા ન્દ્ગય્ ફ્યુઅલિંગ નેટવર્કના વિકાસમાં અગ્રેસર રહી છે, જે સાતત્યપૂર્ણ અને ઓછા ઉત્સર્જનવાળા પરિવહન તરફના બદલાવને વેગ આપી રહી છે. યુજીઈએલ એક વ્યાપક એલએનજી ડિલિવરી ઇકોસિસ્ટમ બનાવી તથા તેના વિસ્તરતા રિટેલ આઉટલેટ્સ નેટવર્ક દ્વારા કિફાયતી, ઓછું કાર્બન ધરાવતું ઇંધણ ઉપલબ્ધ બનાવી ભારતની ગ્રીન મોબિલિટી ક્રાંતિમાં અગ્રણી સ્થાન હાંસલ કરી રહી છે.

ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ માટેની સંકલિત માળખાકીય સુવિધાઓથી સજ્જદરેક યુજીઈએલ અરઓ ભવિષ્ય માટે સજ્જ છે, જે મલ્ટિ-ફ્યુઅલ અને ઓછા ઉત્સર્જનવાળા મોબિલિટી સોલ્યુશન્સ માટે કંપનીના વિઝનને મજબૂત બનાવે છે. કોમર્શિયલ વાહનોને વધુ ઉત્સર્જનવાળા ઇંધણમાંથી એલએનજી અને ઇલેક્ટ્રિક જેવા સ્વચ્છ ઈંધણ વિકલ્પો તરફ વાળવા માટે સક્ષમ બનાવીને, યુજીઈએલ તેના ગ્રાહકોને પર્યાવરણીય અને આર્થિક એમ બેવડું મૂલ્ય ઉપલબ્ધ બનાવી રહી છે.

યુજીઇએલ રૂ. ૯૦૦ કરોડના રોકાણ સાથે સમગ્ર ભારતમાં તેના એલએનજી રિટેલ આઉટલેટ્સનું નેટવર્ક વધારી ૧૦૦ સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, કર્ણાટક, ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડ સહિતના મુખ્ય રાજ્યોમાં વિસ્તરણ કાર્ય હાલ પ્રગતિમાં છે-જે ભારતના સ્વચ્છ ઊર્જા અને પરિવહન લક્ષ્યાંકોને ટેકો આપતા મજબૂત રાષ્ટ્રવ્યાપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પાયો નાખે છે.

યુજીઈએલ ભારતમાં ૧૦૦ એલએનજી રિટેલ આઉટલેટ્સ સુધી તેના નેટવર્કને વિસ્તારવાનું લક્ષ્ય ધરાવે છે, જેના માટે ૯૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, કર્ણાટક, ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડ સહિતના મુખ્ય રાજ્યોમાં વિસ્તરણ પહેલેથી જ પ્રગતિમાં છે, જે ભારતના સ્વચ્છ ઉર્જા અને પરિવહનના લક્ષ્યોને ટેકો આપવા માટે એક મજબૂત રાષ્ટ્રવ્યાપી માળખાનો પાયો નાખી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh