Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની શાળા નંબર ર૯ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં. ર૯ ના ત્રણ શિક્ષકોની તાત્કાલિક અસરથી ઈજાફો રોકવાની સજા સાથે બદલી કરવામાં આવી છે. આમ એક સાથે ત્રણ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે, જે ચર્ચાનો વિષય બન્યો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો દ્વારા ફરી એક વખત જોહુકમી અને મનસ્વી પદ્ધતિથી ત્રણ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે અને શાળા નં. ર૯ ના ત્રણ શિક્ષકોની એક ઝાટકે બદલી કરી નાંખવામાં આવી છે, અને સાથે ભવિષ્યની અસર સાથે ઈજાફો પણ રોકવામાં આવ્યો છે.

એક કર્મચારીને બે સજા ન થઈ શકે તેવા કોર્ટ અને ટ્રીબ્યુનલના આદેશની પણ અવગણના કરવામાં આવી છે, અને એક સાથે શાળા નંબર ર૯ ના ત્રણ શિક્ષકો શૈલેષભાઈ ટી. સિમરિયા, દિપ્તિબેન બી. પરમાર અને પ્રીતિબેન ડાભીની ભવિષ્યની અસરથી ઈજાફો રોકવા સાથે બદલી કરી નાખવામાં આવી છે.

આ શિક્ષાત્મક આદેશની અસલ નકલ પણ આપવામાં આવી નથી. તપાસના અંતે આ પગલાં લેવાયાનું જણાવ્યું છે, પરંતુ ન્યાયી રીતે યોગ્ય હોય તેવી કોઈ તપાસ કરવામાં આવી નથી. આથી શિક્ષણ સમિતિના શાસકોની નીતિ-રીતિ સામે પણ સવાલો ઊઠવા પામ્યા છે.

આ બદલી માટે એવું કારણ જાહેર કરાયું છે કે, વાલીની અને આચાર્યની ફરિયાદોના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.

બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે, જો આ શિક્ષાત્મક પગલાં પરત લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવનાર છે. હવે આવનારા દિવસોમાં શિક્ષણ જગતમાં કાંઈક નવાજુની થશે તે નક્કી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh