Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાં યુવાનને હૃદયરોગનો હુમલો

સારવારમાં ખસેડવામાં આવ્યા પછી થયું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના દરેડ પાસે આવેલા ઘઉંના ગોડાઉન નજીક વસવાટ કરતા એક યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધ્યું છે.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામ નજીકના ઘઉંના ગોડાઉન પાસે વસવાટ કરતા જયેશભાઈ મનજીભાઈ બોરીચા (ઉ.વ.૪૦) નામના યુવાન ગઈરાત્રે પોતાના ઘરે હતા ત્યારે સાડા બારેક વાગ્યે તેઓની તબીયત બગડી હતી. આ યુવાનને પરિવારજનોએ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા પછી સારવાર આપવામાં આવી હતી. તે દરમિયાન જયેશભાઈનું મૃત્યુ નિપજતા આ યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું છે. મૃતકના નાનાભાઈ ડોલરભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh