Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુતિયાણા તાલુકાના કોટડા (બાલોચ) માં
ભાણવડ તા. ૧૬: કુતિયાણા તાલુકાના કોટડા (બાલોચ) ગામમાં સમસ્ત વરૂ (આહિર) પરિવારના ઉપક્રમે તા. ૧૯-૩-ર૦ર૬ થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસાસને ડો. મહાદેવપ્રસાદજી મહેતા બિરાજી કથાનું રસપાન કરાવશે.
આ કથાના ભાવિકો-શ્રોતાજનો માટે કથાના દિવસો દરમિયાન દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. તા. ૧૯/૩ ના સવારે ૮ વાગ્યે પોથી યાત્રા નીકળશે. ત્યારપછી કથાનો પ્રારંભ થશે.
કથા દરમિયાન દરરોજ બપોરે ૩ થી સાંજે ૬ વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા. ર૦/૩ ના ધૂન મંડળ, તા. ર૧/૩ ના માલદેભાઈ આહિર પ્રસ્તુત નંદ સ્વરૂપ આહિર કુલભૂષણ દેવાયત બોદરના આત્મા બલિદાનની ગાથા પ્રથમ મહાનાટ્ય સ્વરૂપે રજૂ થશે. તા. રર/૩ ના મહારાસની ઝાંખી (પારંપારિક પહેરવેશમાં), (ભાવેશભાઈ આહિર તથા ઉમાબેન ગઢવીના સંગાથે), તા. ર૪/૩ ના રક્તદાન કેમ્પ, તા. ર૩/૩ ના રાત્રે ૯ વાગ્યે સંતવાણી-લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે, જેમાં લોકસાહિત્યકાર દેવશીભાઈ ગઢવી, દલસુખ પ્રજાપતિ, ભજનિક પૂનમબેન ગોંડલિયા કાર્યક્રમ રજૂ કરશે. તા. રપ/૩ ના ખંભાળિયા તાલુકાના તથિયા ગામની કીર્તન મંડળીનો કાર્યક્રમ યોજાશે.
સર્વે ધર્મપ્રેમીઓને આ પાવનકારી ધર્મકથા શ્રવણનો લાભ લેવા સમસ્ત વરૂ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial