Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ડિજિટલ સિગ્નેચરવાળા જન્મ-મરણના પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય ગણાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરિપત્રઃ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ર૯ઃ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી તમામ પ્રકારની સત્તાવાર કાર્યવાહી માટે ડિજિટલ હસ્તાક્ષરવાળા જન્મ અને મરણના પ્રમાણપત્રોને ફરજિયાતપણે માન્ય ગણવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ અંગેનો પરિપત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે.

આરોગ્ય અને તબીબી સેવા વિભાગના પરિપત્ર મુજબ આ નિર્ણય દેશભરમાં એકસૂત્રતા, પ્રામાણિક્તા અને ચકાસણીની સરળતા સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે. હાલમાં જન્મ અને મરણની તમામ નોંધણી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં ૧ સપ્ટેમ્બર, ર૦રપ થી આ પ્રક્રિયા રાજ્યના ઈ-ઓળખ એપ્લિકેશનમાંથી સીઆરએસ પોર્ટલ પર તબદીલ કરવામાં આવી છે.

સીઆરએસ પોર્ટલ દ્વારા જનરેટ થતા જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં સંબંધિત રજિસ્ટ્રાર અથવા સબ-રજિસ્ટ્રારની ડિજિટલ સહી હોય છે, જે તેમની વિશ્વસનિયતા સાબિત કરે છે.

આ પ્રમાણપત્રો નાગરિકોને ઓટોમેટિક ઈમેલ દ્વારા મોકલી આપવામાં આવે છે અથવા તેઓ રજિસ્ટ્રારની કચેરીમાંથી સીધા મેળવી શકે છે. આ નિર્ણયના પગલે હવે આવા પ્રમાણપત્રો રાજ્યના તમામ સરકારી વિભાગોમાં સ્વીકાર્ય બનશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh