Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નૂતન ધ્વજારોહણ, અન્નકોટ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયાઃ
ખંભાળિયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા શહેરમાં રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય રીતે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી તથા વિશાળ સંખ્યામાં ભાઈઓ-બહેનો તથા આગેવાનો જોડાયા હતાં.
ખંભાળિયામાં જોધપુર ગેઈટ પાસે આવેલા જલારામ બાપાના મંદિરે ભવ્ય કાર્યક્રમો યોજાયા હતાં. જલારામ જયંતીની પૂર્વ સંધ્યાએ લોહાણા મિત્રમંડળ દ્વારા જલારામ બાપાની ઝાંખીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોહાણા અગ્રણીઓ જોડાયા હતાં.
જલારામ જયંતીના દિને સવારે સાડાછ વાગ્યાથી ભવ્ય અન્નકોટ, રંગોળીના દર્શન રાત્રિના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહ્યા હતાં તથા અન્નકોટ દર્શન તથા મંદિરની પ્રદક્ષિણા તથા દર્શન માટે વહેલી સવારથી ભાવિકો, રઘુવંશી અગ્રણીઓ ઉમટ્યા હતાં.
સવારે ૮ વાગ્યે જલારામ બાપાની મહાઆરતી યોજાઈ હતી તથા નવ વાગ્યે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ થયો હતો તથા ૧૦-૩૦ વાગ્યે વિવિધ દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તથા બપોરે ૧ર-૩૦ વાગ્યે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પણ અગ્રણીઓ જોડાયા હતાં.
જલારામ મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો ભાવેશ વિઠ્ઠલાણી, હિતેન વિઠ્ઠલાણી, મનિષ પાબારી, રાજ પાબારી તથા ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી વિગેરે દ્વારા વ્યવસ્થા માટે જહેમત ઊઠાવી હતી.
સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી
સાંજે પાંચ વાગ્યે જલારામ મંદિરેથી જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા શણગારેલા રથમાં નીકળી હતી, જેનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત થયું હતું તથા રસ્તામાં ઠેર ઠેર જલારામ બાપાના રથનું સ્વાગત થયું હતું તથા રસ્તામાં શોભાયાત્રીઓ માટે ઠંડા પીણા, ચા-પાણીના કેમ્પ રાખવામાં આવ્યા હતાં તથા વિશાળ સંખ્યામાં ઢોલ-નગારા સાથે જલારામ બાપાના રાસ રમતા બહેનો પણ જોડાયા હતાં તથા જોધપુર ગેઈટ, નગર ગેઈટ થઈને લોહાણા મહાજન વાડીમાં આ ભવ્ય શોભયાત્રા પૂર્ણ થઈ હતી, જયાં લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ તથા ખંભાળિયાના વતની તથા સાંસદ અને રિલાયન્સના પરિમલ નથવાણી, લોહાણા મિત્રમંડળના હોદ્દેદારો પણ જોડાયા હતાં. શોભાયાત્રાના રસ્તાને શણગારાયો હતો તથા અનેક સ્થળે ભવ્ય આતશબાજી સાથે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત થયું હતું તથા ખૂબ જ ઉત્સાહથી યુવાનો-આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
રઘુવંશી સમાજના કુળગોર સારસ્વત બ્રાહ્મણો દ્વારા જલારામ જયંતીના પૂરા વિધિવિધાનથી પૂજન થયું હતું તથા સારસ્વત સમાજના પ્રમુખ દર્શન પાંધી દ્વારા લોહાણા સમાજના ટ્રસ્ટી તુલસીભાઈ ભાયાણીને સન્માનિત કરાયા હતાં, જેમાં અગ્રણીઓ પ્રતાપભાઈ દત્તાણી, મનુભાઈ તન્ના, મહેન્દ્રભાઈ કુંડલિયા વિગેરે પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial