Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૩મી સપ્ટેમ્બરે
ખંભાળીયા તા. ૨૦: રાજય કક્ષાએ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, દિલ્હી, રાજય કાનૂની સત્તામંડળ ગુજરાત ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ, સિનિયર જસ્ટિસ અલ્પેશ કોગજે, દ્વારકા જિલ્લા એડમિનિસ્ટ્રેશન જજ સી.એલ.એસ.પીરઝાદા તથા જિલ્લા કાનૂની સત્તામંડળના ચેરમેન એસ.વી.વ્યાસની દેખરેખમાં આગામી તા. ૧૩ સપ્ટેમ્બર, રવિવારે જાહેર રજાના દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ તમામ અદાલતોમાં વર્ષ ૨૦૨૫ની તૃતીય રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશ્યલ મેજીસ્ટ્રેશીલ સીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કાનૂની સેવા મંડળના પ્રમુખ તથા જિલ્લા ન્યાયધીશ એસ.વી.વ્યાસ દ્વારા અદાલતમાં હાલ હોય તેવા તમામ કેસો, જેવા કે મોટર અકસ્માત વળતર, લગ્ન વિષયક તકરારો, કામદાર વળતર કેસ, બેંક રિકવરી કેસ, પેન્શન, સંપાદન વળતર કેસ, ગ્રાહક સેવા તકરારની બાબતોના કેસો તથા પ્રિ-લીટીગેશનના કેસો કે જે કેસો હજુ અદાલતમાં આવેલા નથી, જે પબ્લિક જાહેર સેવા સાથે સંકળાયેલા છે તેવા વીજળી તથા પાણીવેરાના કેસ, વૈવાહિક તકરારના કેસ, નેગોશીયેબલ ઈન્સુમેન્ટના કેસ, ટ્રાફિક ચલણના કેસ વિગેરે લઈ શકાશે. દ્વારકા જિલ્લામાં કુલ ૫૦૦૦થી વધુ જુદી જુદી અદાલતોના પેન્ડીંગ કેસો મુકાયા છે. ઈ-ચલણ અંતર્ગત ટ્રાફિકનું ઉલ્લંઘન અંગે ૩૪૧૪ વાહનોને નોટીસ અપાઈ હોય તેવા કેસોના ચલણ તથા દંડ પણ તા. ૧૩ ના રોજ લોક અદાલત વખતે ભરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial