Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તહેરાન સહિત અનેક સ્થળે હુમલા પછી સુપ્રિમ લીડર ખોમેનેઈ સલામત સ્થળે ખસેડાયા
તેલઅવીલ તા. ર૮: ઈઝરાયલ-ઈરાન યુદ્ધની શરૂઆતની ઘોષણા કરતા રક્ષામંત્રી કાત્ઝે કહ્યું કે, અમે ઈરાન પર હુમલો શરૂ કર્યો છે, અને સમગ્ર દેશમાં ઈમરજન્સી જાહેર કરી છે.
લાંબા સમયથી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતાં ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, ઈઝરાયલ પર રહેલા જોખમોને દૂર કરવા માટે સેનાએ ઈરાન વિરૂદ્ધ પૂર્વનિયોજિત કાર્યવાહી હાથ ધરી છે. આ જાહેરાતની સાથે જ કાત્ઝે સમગ્ર ઈઝરાયલમાં તાત્કાલિક અસરથી 'સ્ટેટ ઓફઈમરજનસી' (કટોકટીની સ્થિતિ) લાગુ કરી દીધી છે.
ઈરાન પર થયેલા આ હુમલા પછી વળતા જવાબની આશંકાએ સમગ્ર ઈઝરાયલમાં સાયરન વાગવા લાગ્યું છે. ઈઝરાયલની ડિફેન્સ ફોર્સના હોમ ફ્રન્ટકમાન્ડે નાગરિકોને અત્યંત સાવધ રહેવાની અને બોમ્બ શેલ્ટર્સ (રક્ષણાત્મક આશ્રયસ્થાનો) ની નજીક રહેવાની સૂચના આપી છે.
અઈડીએફ એ જણાવ્યું છે કે સુરક્ષાની ગંભીર સ્થિતિને જોતા નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ અને પોતાની આપાસના સુરક્ષીત સ્થળોની જાણકારી રાખવી જોઈએ. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ સાવચેતીભર્યા એલર્ટનો હેતુ લોકોને સંભવિત મિસાઈલ હુમલાઓ મો તૈયાર કરવાનો છે, જો કે હાલના તબક્કે નાગરિકોને સીધા શેલ્ટરમાં જવાની જરૂર નથી, પરંતુ તૈયાર રહેવા જણાવાયું છે.
અહેવાલો મુજબ ઈરાની સુપ્રિમ લીડર ખામેનેઈની ઓફિસ પાસે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પછી ઈરાની સુપ્રિમ લીડર ખામેનેઈને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારતીય સમય મુજબ શનિવારે સવારે થયેલા આ હુમલા પછી શહેરોમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ઈરાન પર હુમલાની જાણકારી આપતા તેને 'પ્રિવેન્ટિવ એટેક' ગણાવ્યો છે. તેહરાન સહિતના અનેક શહેરોમાં ધડાકા સંભળાયા છે અને હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે.
હુમલા પછી ઈરાને તમામ ફ્લાઈટ્સ રોકી દીધી છે અને એરસ્પેસ સંપૂર્ણપણે ખાલી કરાવી દેવાયું છે. અહીં ઈઝરાયલમાં પણ એર એટેક સાયરન સંભળાઈ રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાની ધમકી આપી હતી. અમેરિકી સેના પહેલાથી જ ઈરાનને ચારેય બાજુથી ઘેરી ચૂકી છે. આ પહેલા શુક્રવારે અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક ઈજરાયલ છોડવા માટે કહ્યું હતું.
ઈરાન પર હુમલા પહેલા ઉપપ્રમુખ જેડી વેન્સે ઈરાનને કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમેરિકાની કૂટનીતિને નબળાઈ ન સમજવામાં આવે અને જરૂર પડ્યે સૈન્ય વિકલ્પનો પણ ઉપયોગ થશે.
વેન્સે કહ્યું કે સૈન્ય કાર્યવાહીની ધમકીઓને ગંભીરતાથી લેવી જોઈએ. ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં વેન્સે કહ્યું હતું કે, આપણે એવી સ્થિતિમાં પહોંચવું પડશે જ્યાં ઈરાન, જે વિશ્વમાં આતંકવાદનો સૌથી મોટો ગઢ છે, પરમાણુ આતંકવાદથી દુનિયાને ધમકી ન આપી શકે. વિક્રૂત, ક્રૂર અને વિશ્વના સૌથી ખતરનાક શાસનને પરમાણુ હથિયારો રાખવાની મંજુરી આપી શકાય નહીં.
તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ રાજદ્વારી ઉકેલ ઈચ્છે છે, પરંતુ તેમની પાસે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે અને તેઓ તેનો ઉપયોગ કરવાની ઈચ્છા દર્શાવી ચૂક્યા છે.
ઈરાન પર હુમલા પછી ઈઝરાયલમાં સં૫ૂર્ણ લોકડાઉનઃ શાળા કોલેજ બંધ
તેલઅવીવ તા. ૨૮: ઈરાન પર હુમલા પછી ઈઝરાયલમાં સંપૂર્ણ લોકડાઉન છે અને શાળા-કોલેજ અને ઓફિસો બંધ રાખવા આદેશ અપાયો છે.
ઈઝરાયલમાં દેશભરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને મેળાવડાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ 'ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસ' ના હોમ ફ્રન્ટ કમાન્ડે દેશભરમાં કડક પ્રતિબંધો લાગુ કર્યા છે.
પરિસ્થિતિની નવી સમીક્ષા કર્યા પછી, સેનાએ જાહેરાત કરી છે કે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, જાહેર મેળાવડાઓ અને બિન-આવશ્યક ક્ષેત્રોમાં કામકાજ પર પ્રતિબંધ રહેશે. માત્ર આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા ક્ષેત્રોને જ કાર્યરત રહેવાની છૂટ આપવામાં આવી છે. ઇઝરાયલી સૈન્યએ શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર કાર્યક્રમો અને કાર્યસ્થળો પર આ વ્યાપક પ્રતિબંધની જાહેરાત ઈરાન સામેના 'પ્રી-એમ્પટિવ સ્ટ્રાઈક' (અગમચેતીના ભાગરૂપે કરાયેલા હુમલા) બાદ કરી છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ આ હુમલાને એક અનિવાર્ય અને જરૂરી પગલું ગણાવ્યું છે.
સેનાએ એક નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, આ પ્રતિબંધો વચ્ચે પણ આવશ્યક ક્ષેત્રો કાર્યરત રહેશે. ઈરાન તરફથી આવતા સંભવિત જોખમોને પહોંચી વળવા માટે વધારાના પ્રયાસોના ભાગરૂપે આ ગંભીર પગલાં લેવામાં આવ્યા છે. આ પ્રતિબંધો આ ક્ષેત્રમાં વધી રહેલા ભારે તણાવને સ્પષ્ટપણે દર્શાવે છે. ઇઝરાયલ સંભવિત જોખમોનો સામનો કરવા માટે મક્કમ પગલાં લઈ રહૃાું છે, જેની અસર ત્યાંની સામાન્ય જનતા પર લાદવામાં આવેલા આ વ્યાપક નાગરિક પ્રતિબંધોમાં જોવા મળી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial