Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકા-ઈરાન યુદ્ધ વિરામનો લીંબડજશ ખાટવા જતા પાકિસ્તાનના પીએમ ફસાયા

શાહેબાઝે સોશિયલ મીડિયામાં મૂકવાનો ડ્રાફ્ટ 'વિદેશ'થી આવ્યો હતો?

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૮: શહબાઝ શરીફની સોશિયલ મીડિયા પોસ્ટમાં 'ડ્રાફ્ટ' શબ્દ દેખાતા પાકિસ્તાનના શાંતિ સંદેશ પર સવાલો ઊઠતા ભારે વિવાદ છેડાયો છે. અમરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં પાકિસ્તાનની ભૂમિકા વચ્ચે શહબાઝ શરીફની પોસ્ટ એડિટ થતા જ સોશિયલ મીડિયા પર હોબાળો થયો છે. વિદેશી પ્રભાવ હેઠળ સંદેશ લખાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અત્યારે એક મોટી સોશિયલ મીડિયા વિવાદમાં ફસાયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલીમાં શાંતિ સ્થાપવા માટે કરવામાં આવેલી એક પોસ્ટમાં એડિટિંગની ભૂલને કારણે પાકિસ્તાનના રાજદ્વારી સંદેશાઓની વિશ્વસનિયતા પર ગંભીર સવાલો ઊઠી રહ્યા છે.

આ વિવાદ એવા સમયે સર્જાયો છે જ્યારે પાકિસ્તાન સક્રિયપણે બન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવવા માટે પ્રયત્નશીલ છે. શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પરએક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પરની સમમર્યાદા લંબાવા વિનંતી કરી હતી જેથી મુત્સદ્દીગીરીને તક ળે. સાથે જ તેમણે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવા માટે પણ અપીલ કરી હતી, જોકે આ પોસ્ટની એડિટ હિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.

ઓનલાઈન વાયરલ થયેલા સ્કીનશોટ્સ મુજબ પોસ્ટના શરૂઆતના સંસ્કરણમાં 'ડ્રાફ્ટ-પાકિસ્તાન્સ પીએમ મેસેજ ઓન એક્સ' એવું લેબલ જોવા મળ્યું હતું. આ 'ડ્રાફ્ટ' શબ્દને કારણે એવી અટકળો તેજ થઈ છે કે શું આ શાંતિ સંદેશ અગાઉથી સ્ક્રિપ્ટેડ હતો અથવા કોઈ બાહ્ય શક્તિ દ્વારા પ્રભાવિત હતો?

સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટમાં વપરાયેલી અંગ્રેજી ભાષા અને ડ્રાફ્ટના ફોર્મેટ પર સવાલ ઊઠાવી રહ્યા છે. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે આ સંદેશાની ભાષા પાકિસ્તાનની આંતરિક કાર્યશૈલી મુજબની નથી, જે સૂચવે છે કે આ કોઈ 'વ્હાઈટ હાઉસ સૂચના' હોઈ શકે છે.

જો કે, આ આક્ષેપોની અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે ઈસ્લામાબાદ અથવા વોશિંગ્ટન દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમ છતાં આ વિવાદને કારણે પાકિસ્તાનની મધ્યસ્થીની ભૂમિકા પર વિરોધ પક્ષો અને વિવેચકો આંગળી ઊઠાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh