Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની
જામનગર તા. ૨: જામનગર મહાનગર પાલિકાની મિલકત વેરા શાખાના કર્મચારીઓ એસઆઈઆર. /બીએલઓ (ચૂંટણીલક્ષી કામગીરી)ની કામગીરીમાં રોકાયેલ હોવાથી, મિલકતધારકોની નામ ટ્રાન્સફરની અરજી ઓ પેન્ડીંગ રહેવા પામેલ હતી. જે પેન્ડીંગ અરજીઓના નિકાલ માટે શાખા દ્વારા તા.૨૮/૦૨/૨૦૨૬, શનિવારના સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં નામ ટ્રાન્સફર તેમજ અન્ય ૧૫૬૪ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.અને કુલ-૧૩૭ મિલકતધારકો દ્વારા ભરપાઈ કરાયેલ રૂ.૧.૫૩ કરોડનો મિલકત વેરો વસુલ થયેલ છે.
આ કામગીરી આસી. કમિશ્નર (ટેકસ)ના માર્ગદર્શન હેઠળ ટેકસ શાખાના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂ.૧૨૨.૪૭ કરોડની આવક થયેલ, જેમાં ૧,૦૯,૫૨૧ મિલકતધારકો દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામા આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. ૩૧/૦૩/૨૦૨૬ સુધી ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના જાહેર કરેલ હોય, આ યોજનાનો લાભ લેવા પણ શહેરીજનો ને અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial