Advertisement
Author: નોબત સમાચાર

ઓખા અને શકુર બસ્તી વચ્ચે ચલાવાશે સુપર ફાસ્ટ સમર ટ્રેન

વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભઃ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૯: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા-શકુર બસ્તી (દિલ્હી કેન્ટ પાસે આવેલુ) વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેન નંં. સંખ્યા ૦૯પર૩ ઓખા-શકુર બસ્તી સુપરફાસ્ટ સમર સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી ૧૦.ર૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૪-૪૦ કલાકે રાજકોટ બીજા દિવસે ૧૦.૩પ કલાકે શકુર બસ્તી પહોંચશે. આ ટ્રેન ૧૪-એપ્રિલથી ૩૦ જૂન-ર૦ર૬ સુધી ચાલશે.

તેવી જ રીતે ટ્રેન સંખ્યા ૦૯પર૪ શકુર બસ્તી-ઓખા સુપરફાસ્ટ સમર સ્પેશિયલ દર બુધવારે શકુર બસ્તીથી ૧૩-૧પ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૭-પ૮ કલાકે રાજકોટ તથા ૧૩ કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન ૧પ એપ્રિલથી ૧ જુલાઈ ર૦ર૬ સુધી ચાલશે.

આ ટ્રેન બન્ને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર ઊભીરહેશે.

આ ટ્રેનમાં એસી-ર ટિયર, એસી-૩ ટિયર, અસી-૩ ટિયર (ઈકોનોમી), સ્લીપર ક્લાસ અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ હશે. ટ્રેન સંખ્યા ૦૯પર૩ નું બુકીંગ ૧૦-એપ્રિલ-ર૦ર૬થી શરૂ થશે. વિગતવાર માહિતી માટે મુસાફરોએ ઈન્ક્વાયરી.ઈન્ડિયન રેલવે.ગવ.ઈન પર જઈને જાણી શકાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh