Advertisement
Author: નોબત સમાચાર

ઓખામંડળમાં ધમધમતા દારૂ તથા જુગારના હાટડા તત્કાળ પૂરતા બંધ

કડક અધિકારી રેન્જ આઈજી તરીકે મૂકાતા જ...

                                                                                                                                                                                                      

ઓખા તા. ૧૪: ઓખામંડળમાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ બેફામ રીતે ચાલી રહી હતી. જેના અનેક વખત અહેવાલ પ્રસિદ્ધ થયા હોવા છતાં પણ આ હાટડા બંધ થઈ શકતા ન હતા પરંતુ રેન્જ આઈજી તરીકે કડક આઈપીએસ અધિકારીની નિમણૂક થતાં જ હાલમાં આવા હાટડા તત્કાળ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા ઓખામંડળમાં દારૂ તથા જુગારનું દૂષણ પ્રસરી ગયું હોવાના અહેવાલો અવારનવાર પ્રસિદ્ધ થતાં રહે છે અને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થતા રહે છે. તે દરમિયાન રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક કરવામાં આવતા હાલ પૂરતા ઓખામંડળમાં દારૂ-જુગારના હાટડા બંધ થઈ ગયા છે.

તાજેતરમાં ઓખા બાર એસોસિએશનના પ્રમુખ રવુભા માણેકે સોશિયલ મીડિયા પર ઓનલાઈન જુગારના અડ્ડાનો વીડિયો મૂક્યો હતો. તે ઉપરાંત એક વીડિયો અગાઉ પણ કોઈએ સોશિયલ મીડિયા પર વહેતો મૂકી ઓખામાં જુગારના હાટડા ધમધમતા હોવાનું બતાવ્યંુ હતું. તેમ છતાં તંત્ર આ આરોપીના કાળા કામ બંધ કરાવવાના બદલે તેનો 'જયકાર' કરતું હોવાનું ચિત્ર ઉપસ્યું હતું.

તે દરમિયાન કડક અધિકારીની રેન્જ આઈજી તરીકે નિયુક્તિ થતાં જ ખનીજમાફીયા ઉપરાંત અસામાજિક તત્ત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. રેન્જ આઈજી તરીકે આ અધિકારીએ કાર્યભાર સંભાળતા જ દ્વારકા જિલ્લાનો પ્રવાસ યોજી જગતમંદિરે દર્શન કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો છે. જેના પગલે હાટડા બંધ થઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh