Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ રૂ.૯ લાખથી વધુની મત્તા ચોરી દિવાળી સુધારતા તસ્કરઃ
જામનગર તા. ૨૦: જામનગરના રણજીતસાગર રોડ પર વૃંદાવન સોસાયટી-૧માં વસવાટ કરતા એક આસામીના મકાનમાં ગુરૂવારની રાત્રિથી શુક્રવારની સવાર સુધીમાં રૂ.સાડા છ લાખ રોકડા અને રૂ.અઢી લાખ ઉપરાંતના સાત તોલા સોનાના દાગીનાની ચોરી થઈ છે. માતાના ઘેર એક રાત્રિ માટે સૂવા ગયેલા આ આસામીના મકાનમાં હાથફેરો કરી તસ્કરોએ દિવાળી સુધારી લીધી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક પાછળની વૃંદાવન સોસાયટી-૧ની શેરી નંબર એકમાં રહેતા તરુણભાઈ મોહનભાઈ રાયઠઠ્ઠા નામના લોહાણા વેપારીના મકાનમાં ગયા ગુરૂવારની રાત્રીના પોણા બારેક વાગ્યાથી શુક્રવારની સવારના આઠ વાગ્યા દરમ્યાન ચોરી થઈ છે.
આ આસામીના માતા તેમના ભાઈ સાથે રહે છે. તે દરમિયાન તરૂણભાઈના ભાઈ બહારગામ જતા ગુરૂવારની રાત્રે તરૂણભાઈ માતા-ભાઈ જ્યાં રહે છે તે મકાનમાં સૂવા માટે ગયા પછી તેમના મકાનમાં મોડીરાત્રે પ્રવેશી ગયેલા કોઈ તસ્કરોએ એક ઓરડાના દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસ્યા પછી અંદર રાખવામાં આવેલા લાકડાના કબાટનો દરવાજો ખોલી નાખ્યો હતો.
તે કબાટમાંથી રૂપિયા સાડા છ લાખ રોકડા તથા તરૂણભાઈના પત્નીના કબાટમાં રાખવામાં આવેલા દસેક વર્ષ જુના સોનાના દાગીનામાંથી સોનાનું એક મંગળસૂત્ર, ત્રણ જોડી બુટી, ત્રણ વીટી, એક ચેન, એક પેન્ડલ તથા એક કડલી મળી અંદાજે સાતેક તોલા જેટલું સોનું ઉઠાવ્યું છે. કુલ રૂપિયા ૯ લાખ ર હજારની કિંમતની મત્તા ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.
શુક્રવારે સવારે આ બાબતની જાણ થયા પછી તરૂણભાઈએ શનિવારે રાત્રે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એન.એ. ચાવડાની સુચનાથી પીએસઆઈ એમ.કે. બ્લોચે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial