Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા-તાલુકા કોંગ્રેસની માગણીઃ રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર સુપ્રત

કમોસમી વરસાદથી ખેડૂતોને નુક્સાનનું વળતર આપવાની માગણી તથા તાકીદે રાહત પેકેજ જાહેર કરવા

                                                                                                                                                                                                      

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકોને ભારે નુક્સાન થયું છે. જામનગર જિલ્લા-તાલુકા કોંગ્રેસ દ્વારા સંસદસભ્ય વિક્રમભાઈ માડમની આગેવાની હેઠળ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર જિલ્લા પંચાયતમાં સુપરત કરી તાકીદે રાહત પેકેજ જાહેર કરવા માગણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં છેલ્લા ર-૩ દિવસથી થયેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી પ્રાકૃતિક આફતોના કારણે હજારો ખેડૂતોનો પાક પૂરેપૂરો નાશ પામી ગયો છે. ખાસ કરીને જામનગર જિલ્લાના ખેડૂતો અત્યંત વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ખેતરોમાં ઉભેલા પાક નાશ પામવાથી ખેડૂતોની આશા તૂટી ગઈ છે અને ઘણાં ખેડૂતો પશુપાલન માટે ચારો મેળવવામાં પણ અસમર્થ બન્યા છે. આજે ગુજરાતનો ખેડૂત, જે આપણા દેશની અન્નસુરક્ષા માટે ખેતરમાં દિવસ-રાત પરિશ્રમ કરે છે. એ ખાદ્ય અનાજ, કપાસ, તલ, મગફળી, જવ જેવા મુખ્ય પાકના નુક્સાનને કારણે આર્થિક રીતે કચડાઈ ગયો છે. રાજ્યભરના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા, ખેડૂતો પર રહેલા કૃષિ લોન તથા સહકારી બેંકના બોજાને માફ કરવા, પશુપાલન માલધારી માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવા અને વિસ્તારવાર નુક્સાનનું સર્વેક્ષણ કરી સીધા ખેડૂતોના ખાતમાં રાહત રકમ જમા કરાવવાની માગણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ સુમરા, કાસમભાઈ ખફી, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડિયા, જે.પી. મારવિયા, અન્ય હોદ્દેદારો, કાર્યકરો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh