Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કલાકુંભનો કલેક્ટરના હસ્તે પ્રારંભઃ ર૩ જેટલી કલાઓનું પ્રેઝન્ટેશન

જિલ્લા-શહેર કક્ષાના કાર્યક્રમમાં ૩૮૦૦ થી વધુ સ્પર્ધકોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગર જિલ્લા તથા શેર કક્ષાના નવમા કલા મહાકુંભનો પ્રારંભ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે કરાવ્યો હતો, જેમાં જિલ્લાના ૩૮૦૦ થી વધુ સ્પર્ધકો ર૩ જેટલી કૃતિઓમાં પોતાની કલાનું પ્રદર્શન કરશે.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત જિલ્લા તથા શહેર કક્ષાના કલા મહાકુંભ ર૦રપ નો શુભારંભ જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા જામનગરના મ્યુનિસિપલ ટાઉનહોલથી કરાયો હતો. તા. ર૪ થી ર૬ વિવિધ કલાકૃતિઓ રજૂ કરે.

આ કલા મહાકુંભનો ઉદ્દેશ્ય યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતની વૈવિધ્યસભર લોકકલાઓને એક મંચ પર લાવવાનો છે. ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું કે, ર૦૧૬ થી શરૂ થયેલ આ કલા મહાકુંભની યાત્રા આજે પણ એટલા જ ઉત્સાહ સાથે આગળ વધી રહી છે. કોરોના મહામારીના સમયગાળા દરમિયાન પણ આ કાર્યક્રમ અવિરત ચાલુ રહ્યો હતો. તેમણે ઉમેર્યું કે, કલા મહાકુંભ ગુજરાતની વિવિધ લોકકલાઓને વૈશ્વિક સ્તરે લઈ જવાનું માધ્યમ બને છે. આ કાર્યક્રમમાં ભાગ લેતા સ્પર્ધકોને તેમણે 'સ્પર્ધક તરીકે નહીં, પરંતુ પ્રેરક તરીકે' જોવાનો અને કલાની સાધનાને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અનુરોધ કર્યો.

જિલ્લા યુવા વિકાસ અધિકારી પઠાણે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, કલા મહાકુંભ દરેક વ્યક્તિને તેમની સુષુપ્ત શક્તિઓને વિક્સાવવામાં મદદ કરે છે. આ કાર્યક્રમનો હેતુ અભ્યાસ ઉપરાંતની કલાઓ જેવી કે વાંસળી, તબલા, લોકગીત, ભજન, અભિનય, વકતૃત્વ સ્પર્ધા, ચિત્રકળા અને નિબંધ લેખન જેવી વિવિધ કલાઓને ઉજાગર કરવાનો છે. તેમણે ઉમેર્યું કે, અહીંના વિજેતાઓ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

ઉલ્લેખનિય છે કે, આ કલા મહાકુંભમાં જામનગર જિલ્લાના કલાકારો લોકવાર્તા, ગરબા, દોહા-છંદ-ચોપાઈ, સ્કૂલ બેન્ડ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ, શાયરી, સર્જનાત્મક કારીગરી, ઓર્ગન અને શાસ્ત્રી કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) જેવી વિવિધ ર૩ કલાઓમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા, કેળવણી નિરીક્ષક ભેંસદડિયા, ઓસવાળ સ્કૂલના આચાર્ય ઠક્કર, કોલેજના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્યો તેમજ શિક્ષકો અને સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન હરિદેવ ગઢવીએ કર્યું હતું અને આભારવિધિ યુવા પ્રાંત અધિકારી હિતેષ વાળાએ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh