Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માત સર્જનાર ઈકોચાલક સામે ગુન્હોઃ
જામનગર તા. ૧૭: ધ્રોલ નજીકની ખારવા ચોકડી પર ગયા બુધવારની રાત્રે એક યુવાનને જામનગર તરફથી દોડી આવેલી ઈકો મોટરે ઠોકર મારી ફંગોળી દીધા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડાયા છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીકની ખારવા ચોકડી પરથી ગયા બુધવારની રાત્રે બેએક વાગ્યે મીતભાઈ નામના યુવાન પસાર થતા હતા ત્યારે જીજે-૩૭-બી ૯૫૬૯ નંબરની ઈકો મોટર જામનગર તરફથી પુરપાટ ઝડપે ધસી આવી હતી. આ મોટરના ચાલકે મીતભાઈને હડફેટે લઈ ફંગોળતા રોડ પર પછડાયેલા આ યુવાનનો પગ ભાંગી ગયો છે અને અન્ય ઈજાઓ પહોંચી છે. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનના ફઈના દીકરા મૂળ વાંસજાળીયાના વતની અને હાલમાં ધ્રોલમાં રહેતા વીક્કીભાઈ અશોકભાઈ દેપાણીએ મોટરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial