Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોસાળમાં માતા પિરસણે ને ભાણીયા ભૂખ્યા !
ગાંધીનગર તા. ૧૦: બજેટના પ્રત્યાઘાતો આપતા વિપક્ષના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું છે કે બજેટની રકમ અને દેવાની રકમ વચ્ચે વિકાસની રેસ લાગી છે. મોસાળમાં માં પીરસનાર છતાં ભાણીયા ભૂખે મરે છે. કારણ કે કેન્દ્રની ગ્રાન્ટ ઘટી છે.
પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં બજેટની રકમ અને દેવાની રકમ વચ્ચે વિકાસની રેસ લાગી છે. કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ તેમજ હિસાબની રકમને બાદ કરતા રાજ્ય સરકાર પર રૂ।. ૧૫,૭૯૮,૬૯ કરોડનું ભારણ થવા જાય છે. વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ।. ૩,૩૬,૩૩૨ કરોડના વિકાસલક્ષી ખર્ચની સામે સહુનો સાથ, સહુનો વિકાસની વાતો કરતી રાજ્ય સરકારે રૂ।. ૧,૧૪,૮૧૨ કરોડનો બિન વિકાસલક્ષી ખર્ચ કર્યો છે. સામાજિક અને આર્થિક સમીક્ષાની વાત કરીએ તો વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્યનો વિકાસદર ૯.૨ ટકા હતો, જે વર્ષ ૨૦૨૫-૨૬માં ઘટીને ૮.૩ ટકા એટલે કે લગભગ રાજ્યના વિકાસ દરમાં લગભગ ૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. વિકાસની વાતો કરતી સરકારમાં વિકાસમાં ઘટાડો નોંધાયો છે, જે રાજ્ય સરકારની નિષ્ફળતા સાબિત કરે છે.
ડબલ એન્જિનની સરકાર વાતો કરવામાં આવે છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને સતત અન્યાય કરવમાં આવે છે. "મોસાળમાં માં પીરસનાર છે, છતાં ભાણીયા ભૂખે મરે છે" એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને વિવિધ હેડ હેઠળ મળતી ગ્રાન્ટની રકમ વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ।. ૨૫,૫૫૭ કરોડ હતી, જે વર્ષ ૨૦૨૪-૨૫માં ફક્ત ૧૪,૧૨૭ કરોડની થઈ ગઈ છે. આમ, કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાંથી રકમમાં રૂ।. ૧૧,૪૬૦ કરોડનો ઘટાડો નોંધાયો છે.
કુદરતી આપત્તિઓની વાત કરીએ તો વર્ષ ૨૦૨૦-૨૧માં તૌકતે વાવાઝોડું આવેલ, વાવાઝોડાના કારણે થયેલ નુકસાન અન્વયે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ રૂ।. ૩,૨૭૭ કરોડની સહાયની માંગણી કરી હતી, જેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ફક્ત ૧,૧૧૩ કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૨-૨૩માં આવેલ પૂરના કારણે થયેલ નુકસાની અન્વયે રૂ।. ૧૫૨ કરોડની માંગણી સામે ફકત રૂ।. ૮૨.૫૩ કરોડની સહાય મંજુર કરવામાં આવેલ. વર્ષ ૨૦૨૩-૨૪માં વાવાઝોડના કારણે થયેલ નુકસાન અન્વયે રૂ।. ૭૦૪ કરોડની માંગણી સામે ફક્ત રૂ।. ૩૩૮.૨૪ કરોડ મંજુર કરવામાં આવેલ. આમ, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ રૂ।. ૪,૧૩૩ કરોડની સહાયની માંગણી સામે ફક્ત ૧,૫૩૩ની સહાયની રકમ મંજુર કરવામાં આવેલ. આમ, કુદરતી આપત્તિ સમયે કેન્દ્ર સરકાર પૂરતી મદદ કરવાનું વચન તો આપે છે, પરંતુ સહાયની રકમની માંગણી છતાં પૂરતી મદદ કેન્દ્ર સરકાર કરતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial