Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દડીયામાં મહિલા તથા તેના પતિને એસઆરપી મેને ધમકી આપ્યાની રાવ

પાણીનો ટાંકો તોડી નાખવાની અરજીનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર નજીકના દડીયા ગામમાં વસવાટ કરતા એક એસઆરપી મેને પોતાના ઘર પાસે પાણીનો ટાંકો તોડી નાખતા એક વ્યક્તિએ ગ્રામ પંચાયત કચેરીમાં તેની જાણ કરતી અરજી કરી હતી. તે બાબતનો ખાર રાખી એસઆરપી મેને આ વ્યક્તિ તથા તેની પત્નીને ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગર-સમાણા ધોરીમાર્ગ પર આવેલા જામનગર તાલુકાના દડીયા ગામમાં વસવાટ કરતા વાલીબેન અશોકભાઈ ચૌહાણ નામના મહિલાએ દડીયામાં જ રહેતા અને એસઆરપી ગ્રુપ ચેલામાં નોકરી કરતા ભરતભાઈ દનેચા સામે પોલીસમાં ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ભરતભાઈએ પોતાના ઘરની બહાર આવેલો પાણીનો ટાંકો થોડા સમય પહેલા તોડી નાખ્યો હતો. આ બાબતે વાલીબેનના પતિ અશોકભાઈ નથુભાઈ ચૌહાણે ગ્રામ પંચાયત કચેરીમાં અરજી કરી હતી. તેની જણ થતા ઉશ્કેરાયેલા ભરતભાઈએ વાલીબેન તથા અશોકભાઈને ગાળો ભાંડી ધમકાવવા ઉપરાંત પોલીસમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ તેવી દાટી પણ મારી હતી. પંચકોશી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh