Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય ખેલ દિવસની જામનગરમાં જોરદાર ઉજવણીઃ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા
જામનગર તા.૧: રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર શહેરમાં રમતગમત અને શારીરિક સ્વાસ્થ્યના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. *ઘર ઘર સુધી સ્પોર્ટ્સ* તેમજ *સન્ડે ઓન સાયકલ*ના સંદેશા સાથે યોજાયેલી આ રેલીમાં જામનગર જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, સંસ્થાઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સાયકલ રેલીનો પ્રારંભ રણમલ તળાવના ગેટ નંબર ૦૧ થી થયો હતો. રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે જંગલેશ્વર મંદિર રોડ, એસ.ટી. રોડ, સાત રસ્તા, શરુ સેક્શન રોડ, અને પંચવટી સર્કલ પરથી પસાર થઈ હતી. તે પછી પી.એન. માર્ગ, જી.જી. હોસ્પિટલ, ગુરુ દ્વારા ચોકડી અને લાલ બંગલો સર્કલ થઈને જેએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહોંચી હતી. અને પુનઃ રણમલ તળાવના ગેટ નંબર ૦૧ પાસે તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે નેશનલ સ્પોર્ટ્સ ડે ના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશના દરેક નાગરિક ખેલકૂદની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તે પ્રકારનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે સાયક્લોથલ ૨૦૨૫ ની આઠ કિલોમીટરની સાયકલ રેલીનું મહાનગરપાલિકા કક્ષાએ આયોજન કરાયું છે. લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે માટે ફીટ ઇન્ડિયા મુવમેન્ટના માધ્યમથી કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા બહુઆયામી પ્રયાસો કરવામાં આવી રહૃાા છે. જરૂર ન હોય તો વાહનોનો ઉપયોગ ટાળવા તેમજ રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવા આ સાથે સાંસદે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહીને રેલીને પ્રોત્સાહિત કરી હતી. જેમાં મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને દંડક કેતન નાખવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial